Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી શાળાના પ્રાંગણમાં ફરી ગુંજ્યો વિદ્યાર્થીઓનો કિલકિલાટ:પ્રિન્સિપાલે કહ્યું- બાળકો વગર શાળા સૂની લાગી; વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને આનંદિત દેખાયા

    2 weeks ago

    આજથી ધોરણ 1થી 12ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026-27 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેમાં બાળકોના ખિલખિલાટથી શાળાઓ ગુંજી ઊઠી હતી. 35 દિવસના ઉનાળા વેકેશન બાદ આજથી શાળાઓમાં બાળકોની પ્રથમ સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો. આજે ફરી શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ આનંદિત અને હર્ષોલ્લાસ સાથે એક મહિના બાદ શાળા પુનઃશરૂ થતા બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લામાં શાળાઓ શરૂ થતાં બાળકોથી શાળાઓ ફરી ગુંજી ઉઠી હતી. પ્રિન્સિપાલે કહ્યું- બાળકો વગર શાળા સૂની લાગે છે. 2 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ, નવા શિક્ષણ કાર્યનો આરંભ ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી નવા શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો. નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા જ બાળકોને એડમિશન મળશે, જ્યારે પાંચ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળશે. વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને આનંદિત દેખાયા 35 દિવસના ​લાંબા વેકેશન બાદ આજે શૈક્ષણિક વર્ષનો પ્રથમ દિવસ હોવાથી શાળાએ જતી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. બે મહિનાના લાંબા વિરામ બાદ ફરી એકવાર શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રોનક જોવા મળી હતી. શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને અત્યંત આનંદિત અને ઉત્સાહિત દેખાતા હતા. ​વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અદમ્ય ઉત્સાહ સાથે શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં એક નવી ઉર્જા જોવા મળી હતી. ‘આજે ફરીથી બધા મિત્રોને મળીને અત્યંત આનંદ થઈ રહ્યો છે’ કેપીઈએસ શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11ની કોમર્સની વિદ્યાર્થીની કોટડિયા પ્રાચી જણાવ્યું હતું કે, 10મા ધોરણની બોર્ડની પરીક્ષા બાદ લગભગ ત્રણ મહિના પછી શાળાએ આવ્યા છીએ, એટલે કંઈક નવું અનુભવાઈ રહ્યું છે. વેકેશન દરમિયાન શ્રીનાથજી અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળોએ જઈ પરિવાર સાથે ખૂબ સારો સમય પસાર કર્યો છે. પરંતુ, શાળાના મિત્રો સાથેની મસ્તી, હસવું અને સાથે ભણવાની ખૂબ યાદ આવતી હતી, તેથી આજે ફરીથી બધા મિત્રોને મળીને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 'પૂરા જોશ સાથે ભણવા અને નવા લક્ષ્યો સિદ્ધ કરવા છે' વિદ્યાર્થીની ઠંડ કૃતા પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વેકેશનની શરૂઆતમાં પરીક્ષા પૂરી થવાનો ખૂબ ઉત્સાહ હતો, પરંતુ થોડા દિવસોમાં જ શાળાની યાદ આવવા લાગી હતી, હવે જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે, ત્યારે તેઓ પૂરા જોશ સાથે ભણવા અને નવા લક્ષ્યો સિદ્ધ કરવા તૈયાર છે. ‘શાળાનું વાતાવરણ ફરીથી જીવંત અને ઉત્સાહભર્યું બની ગયું’ ​શાળાના આચાર્ય તરુણ વ્યાસે બાળકોના આગમન અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાળકો વિના શાળા હંમેશા સૂમસામ લાગે છે વેકેશન દરમિયાન અમે શાળાએ આવતા તો હતા, પરંતુ વિદ્યાર્થીઓ વગરનું વાતાવરણ અધૂરું લાગતું હતું, આજે જ્યારે બાળકો પાછા આવ્યા છે, ત્યારે શાળાનું વાતાવરણ ફરીથી જીવંત અને ઉત્સાહભર્યું બની ગયું છે. શાળામાં ફરી એકવાર જે ધમધમાટ જોવા મળી રહ્યો છે, તે ખરેખર આનંદદાયક છે. ​વેકેશનના અંત અને નવા સત્રની શરૂઆત સાથે જ શિક્ષણ જગતમાં ફરી એકવાર શિક્ષણ અને પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થયો છે વિદ્યાર્થીઓમાં રહેલો આ ઉત્સાહ આગામી શૈક્ષણિક વર્ષમાં તેમની સફળતાનો પાયો બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મણિમા હોસ્પિટલમાં નર્સનો 42 હજારનો મોબાઈલ ચોરાયો, CCTV:વેઇટિંગ એરિયામાં આરામ કરતા હતા ને ફોન ગાયબ, અજાણ્યો તસ્કર ફોન લઈને રફૂચક્કર
    Next Article
    Pregnant woman’s death, High Court intervention and a government promise: Gujarat tribal village waits for a road nearly 2 years later

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment