Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું:બપોરે રસ્તાઓ સુમસામ બન્યા

    8 hours ago

    પાટણ જિલ્લામાં રવિવારે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે ગરમીનો પ્રકોપ વધતા શહેરીજનોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. કામ વગર બહાર નીકળવાનું ટાળતા શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. બપોરે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ગરમ પવનો અને આકરા તડકાને કારણે લોકો અગવડતા અનુભવી રહ્યા છે. મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. જે લોકોને કામ અર્થે બહાર નીકળવું પડ્યું હતું, તેઓ છાંયડામાં વિસામો લેતા અથવા ઠંડા પીણાં અને છાશ પીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર પણ વાહનવ્યવહાર ઓછો જોવા મળ્યો હતો. ગરમી અને લૂ લાગવાથી બચવા માટે લોકો સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. ઘણા લોકોએ પોતાના ઘરની બહાર ગ્રીન નેટ લગાવીને ગરમી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાંતિજમાં ખેતરના ભોંયરામાંથી વિદેશી દારૂ મળ્યો:પોલીસે 1420 બોટલ દારૂ અને બિયર સાથે એકની ધરપકડ કરી
    Next Article
    ગુજરાતના DGPએ દ્વારકાધીશના દર્શન કર્યા:પત્ની ડો. ઇન્દુ રાવ સાથે પૂજા-અર્ચના કરી, રાજ્યની શાંતિ માટે પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment