Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજમાં ખેતરના ભોંયરામાંથી વિદેશી દારૂ મળ્યો:પોલીસે 1420 બોટલ દારૂ અને બિયર સાથે એકની ધરપકડ કરી

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે પોલીસે એક ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કેનાલ પાસે આવેલી એક ઓરડી નજીક જમીનમાં બનાવેલા ભોંયરામાંથી 1420 બોટલ દારૂ અને બિયર મળી આવ્યા હતા. પોલીસે આ મામલે રૂપિયા 2.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મનિષકુમાર અને હર્ષપાલસિંહને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, સુખડ ગામનો રાહુલકુમાર ઇલાજી મકવાણા પોતાના ખેતરમાં ઓરડી પાસે ખાડો ખોદી ભોંયરૂ બનાવી તેમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હતો. આ માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક શખ્સ ઉભેલો જોવા મળ્યો હતો, જેને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. ખેતરમાં આવેલી ઓરડી નજીક ખુલ્લી જગ્યામાં ખોદકામ કરતા જમીનમાં પ્લાસ્ટિકનું મીણીયું અને તેની નીચે લોખંડની પ્લેટ (ઢાંકણ) મળી આવ્યું હતું. આ ઢાંકણ હટાવતા આશરે 4x6 માપનું એક ભોંયરૂ દેખાયું હતું. આ ભોંયરામાંથી ખાખી કલરના પુઠાના બોક્સમાં રાખેલો વિદેશી દારૂ અને બિયરની કુલ 1420 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,51,049 આંકવામાં આવી છે. પોલીસે આરોપી રાહુલકુમાર ઇલાજી મકવાણા પાસેથી એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 2,000) પણ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. 2,53,049નો મુદ્દામાલ જપ્ત કરી રાહુલકુમાર વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'પતિ પત્ની ઔર વો 2' સ્ટાર્સે રિલેશનશિપ ટિપ્સ આપી:સારાએ કહ્યું- પરફેક્ટ પતિ પર શંકા થશે, વામિકા-રકુલે સંબંધોના સાચા ગ્રીન ફ્લેગ્સ જણાવ્યા
    Next Article
    પાટણમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું:બપોરે રસ્તાઓ સુમસામ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment