Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ફૂડ વિભાગની કાર્યવાહી:ફેબ્રુઆરીમાં 42 નમૂના લેવાયા પણ 50 રિપોર્ટ તો હજુ વેઇટિંગમાં

    1 day ago

    2026ના ફેબ્રુઆરી માસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોને ઝડપી પાડવા માટે તંત્રએ કુલ 42 સેમ્પલ એકત્ર કર્યા છે. જેમાં વિભાગ દ્વારા 14 રેગ્યુલર સેમ્પલો લેવામાં આવ્યા છે. 28 સર્વેલન્સ સેમ્પલોનો સમાવેશ થાય છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં મળતી ખાદ્યસામગ્રીની ગુણવત્તા જાળવવાનો અને ભેળસેળ અટકાવવાનો છે. તંત્ર દ્વારા દૈનિક આહારમાં વપરાતી ચીજવસ્તુઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. લેવામાં આવેલા સેમ્પલોમાં ડેરી પ્રોડક્ટ્સ દૂધ અને પનીર, અનાજ-કરિયાણું લોટ અને દાઝ્યું તેલ, ફળ-શાકભાજી તાજા શાકભાજી, ખજૂર અને દ્રાક્ષ. ખાસ કરીને મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સમાં થતી ભેળસેળ તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વપરાતા દાઝ્યા તેલ પર તંત્રએ કડક વોચ રાખી હતી. બીજી તરફ અગાઉ મોકલેલા સેમ્પલોના રિપોર્ટમાં વિલંબ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ લેબોરેટરી રિપોર્ટમાં વિલંબ ચિંતાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 50 જેટલા સેમ્પલોનો રિપોર્ટ હજુ પણ લેબોરેટરીમાં પેન્ડિંગ છે. ચકાસણી માટે આ સેમ્પલોને ભુજ, રાજકોટ અને વડોદરા ખાતેની સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે કેટલા સેમ્પલ ફેઈલ થયા છે અને કયા વેપારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. હાલ કોઇ કેસ પેન્ડિંગ નહીં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને સેમ્પલો લઇને લેબોરેટીમાં મોકલાય છે. જો સેમ્પલો નાપાસ થાય તો તેની સામે કાર્યવાહી કરી કેસ કરાય છે. આ કેસનો કસુરવાર પેઢીને દંડ તેમજ સજા કરવામાં આવે છે. ત્યારે હાલ તમામ કેસોનો નિકાલ થઇ ગયો હોવાની વિગતો બહાર આવી હતી. હાલ કોઇ કેસ પેન્ડીંગ ન હોવાનું તંત્રે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાવડા પાસેથી 11 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો:એલસીબીએ દારૂની 2400 ‎બોટલ સાથે ચાલકને દબોચ્યો‎
    Next Article
    ભવ્ય પાટોત્સવનું આયોજન:સંત રોહિદાસ મંદિરે બાબા રામદેવજીનો 33 જ્યોતિ પાટોત્સવની ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment