Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવડા પાસેથી 11 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો:એલસીબીએ દારૂની 2400 ‎બોટલ સાથે ચાલકને દબોચ્યો‎

    1 day ago

    દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી રૂ. 11.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ એન.એ.રાયમા સહીતની ટીમે બાતમીના આધારે, સાવડા ગામના બોર્ડ પાસે વાહનને રોક્યું હતું. તેમાંથી ઇંગ્લિશ દારૂની 1992 બોટલ કિંમત રૂ. 5,16,000 અને 408 બિયર ટીન કિંમત રૂ. 89,760 મળી આવ્યા હતા. કુલ રૂ. 6,05,760નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, રૂ. 5,00,000ની કિંમતનું સુઝુકી કેરી લોડિંગ વાહન અને રૂ. 5,000નો મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 11,10,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વાહનચાલક વિષ્ણુભાઈ નરસંગભાઈ ઠાકોર (રહે. દાદકા, તા. સમી, જિ. પાટણ)ની ધરપકડ કરી હતી. આ કેસમાં અમૃતભાઈ ઠાકોર (રહે. થરાદ), વાહનના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિતનાને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ફરાર આરોપી પકડાયા:ધ્રાંગધ્રા, હળવદના મારામારીના કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા
    Next Article
    સુરેન્દ્રનગર ફૂડ વિભાગની કાર્યવાહી:ફેબ્રુઆરીમાં 42 નમૂના લેવાયા પણ 50 રિપોર્ટ તો હજુ વેઇટિંગમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment