Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂન માસમાં પ્રથમ વખત તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા:વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો 42.1 ડિગ્રી પહોંચ્યો, ઉકળાટથી લોકો પરેશાન, 34 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ

    9 hours ago

    છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે જૂન માસ ના બીજા સપ્તાહમાં સતત પારો ક્રમશઃ વધતો જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા 6 દિવસમાં તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે અને આજે બુધવારે મહત્તમ તાપમાન વધી ને 42.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને 34 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, ભાવનગરમાં સતત બે દિવસે પણ તાપમાનનો પારો વધી ને 41.6 ડિગ્રી આસપાસ રહેવા પામ્યો છે જે આજે વધી ને 0.5 ડિગ્રી વધી ને 42 ને પાર પહોંચ્યો હતો, તાપમાનનો પારો વધતા આગ ઝરતી ગરમીનો લોકો ને અનુભવ થયો હતો, આજ સવારથી જ તાપમાનનો પારો 28.7 ડીગ્રી નોંધાયો હતો, ભેજનું પ્રમાણ 47 ટકા જેટલું રહ્યું હતું, જ્યારે સવારથી જ 18 થી 34 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, દિવસ અને રાત્રીના તાપમાનમાં વધારો ધડાડો જોવા મળ્યો હતો. લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા 6 દિવસનું તાપમાન નો પારો તા.5 જૂન ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 52 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.6 જૂન ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.7 જૂન ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 જૂન ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 જૂન ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    મોદી બોલ્યા- કોંગ્રેસે નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું:અમે વર્ષોના કામ મહિનાઓમાં કર્યા; શુભેન્દુએ PMને ઝાલમુરી ખવડાવી
    Next Article
    વીજ લાઈનો મુદ્દે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ DGP સમક્ષ પહોંચી:પોલીસ દમન, પ્રવેશબંધી અને ખેડૂતો સાથેના વર્તન અંગે સવાલ ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment