Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદરડાના 42 ગામના સરપંચોની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ:3 મહિનામાં 5 TDOની બદલી, કરોડોના બિલો અટવાયા; S.O.એ કહ્યું-જૂના એન્જિનિયરે ખોટા બિલો બનાવ્યા

    1 सप्ताह पहले

    જૂનાગઢ ​મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્રની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ્પ થઈ જવાના વિરોધમાં તાલુકાના તમામ 42 ગામના સરપંચો અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેસી ગયા છે. સરપંચોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર જાણીજોઈને વિકાસ કાર્યો રોકી રહ્યું છે, જેના કારણે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે. બીજી તરફ, તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટીમેટો અને એસ.ઓ.આર.ના નિયમોના ઉલ્લંઘનને મુખ્ય કારણ ગણાવ્યું છે. પૂર્વ એન્જિનિયર સામે હાલ જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્રે કર્યો છે. 'એક પણ બિલ ચૂકવવામાં આવ્યા નથી, નવા કામોની એસ્ટીમેટો ફાઈલોમાં ધૂળ' સરપંચ યુનિયનના ઉપપ્રમુખ જે. ડી. ખાવડુએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી ગામડાઓમાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં આવ્યા નથી અને છ મહિનાથી નવા કામોની એસ્ટીમેટો ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સરપંચોને એક પણ નવું એસ્ટીમેટ આપવામાં આવતું નથી અને નવા કામો શરૂ કરવા દેવાતા નથી. આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો, વિસ્તારના ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે. આ આગેવાનો જ્યારે સરપંચોની સાથે આવીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરે છે, ત્યારે અવારનવાર માત્ર એવું આશ્વાસન જ આપવામાં આવતું હતું કે બે દિવસમાં એસ્ટીમેટો મંજૂર થઈ જશે અને બિલો થઈ જશે. પરંતુ આજ તારીખ સુધી વહીવટી તંત્રે કોઈ પણ પ્રકારના બિલ પાસ કર્યાં નથી. 'ગામના લોકો સરપંચો ઉપર ઢોળે છે કે સરપંચો ઈરાદાપૂર્વક કામ કરતા નથી' ​તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વહીવટી શિથિલતાના કારણે અમુક કામોની સત્તાવાર મુદત પણ પૂરી થઈ ગઈ છે અને મુદત વધારો પણ આપવામાં આવતો નથી. આજે 42 ગામના સરપંચો કચેરી ખાતે એકત્રિત થયા છે કારણ કે ગ્રામ્ય સ્તરે વિકાસના કામો રૂંધાયા છે. ગામના લોકો સરપંચો ઉપર ઢોળે છે કે સરપંચો ઈરાદાપૂર્વક કામ કરતા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારી વહીવટી તંત્ર જ તેમને કામ કરવા દેતું નથી. 'પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગામો બંધ રાખીને આંદોલન કરીશું' ખાવડુએ કહ્યું કે, આ પરિસ્થિતિથી કંટાળીને અગાઉ 17 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે પૂર્ણ થતાં આજે તમામ સરપંચો ભૂખ હડતાલ ઉપર બેઠા છે. અધિકારીઓ પોતાની મનસ્વી રીતે પ્રજાને અને સરપંચોને હેરાન કરી રહ્યા છે. જો અમારા બિલોમાં કોઈ ખામી હોય તો ફરીવાર માપણી કરો, પરંતુ અમારા હકના પૈસા તાત્કાલિક ચૂકવવામાં આવે અને નવા એસ્ટીમેટો આપવામાં આવે તેવી અમારી માગ છે. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગામો બંધ રાખીને આંદોલન કરવામાં આવશે. 'છેલ્લા છ મહિનાથી તમામ સરપંચો જિલ્લા-તાલુકામાં ધક્કા ખાઈને થાકી ગયા' પાટરા ગામના સરપંચ રાજુભાઈ વલકુભાઈ ધાધલે પણ જણાવ્યું હતું કે, વિકાસના અટકેલા કામો અને નવા એસ્ટીમેટો ન મળવાના કારણે અગાઉ આપેલા અલ્ટીમેટમ મુજબ આજે 42એ 42 ગામના સરપંચો ભૂખ હડતાલ પર બેસી ગયા છે. છેલ્લા છ મહિનાથી તમામ સરપંચો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ધક્કા ખાઈને થાકી ગયા છે. ગામ લોકો જ્યારે પ્રશ્નો કરે ત્યારે અમારે શું જવાબ આપવો તે મોટો પ્રશ્ન છે. જો હજુ પણ અમારી માગ પૂરી નહીં થાય તો આ ભૂખ હડતાલ આગામી સમયમાં ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થઈ જશે. 'જૂના એન્જિનિયરે ખોટા બિલો બનાવ્યા' મેંદરડા તાલુકા પંચાયતના SO વિશાલ પોકરે જણાવ્યું કે, મેંદરડા તાલુકાના અનેક વિકાસ કાર્યોના એસ્ટીમેટ પૂર્વ એન્જિનિયર દ્વારા ભૂલભરેલા અને ખોટા બનાવવામાં આવ્યા હતા. ગત 12મી જાન્યુઆરીના રોજ તેમને બદલી અહીં થયા બાદ તેમણે ફાઇલોની ચકાસણી કરી તો માલુમ પડ્યું કે આ તમામ બિલો ઓક્ટોબરથી ડિસેમ્બર માસના સમયગાળાના હતા, જે જૂના એન્જિનિયરના કાર્યકાળમાં થયા હતા. માર્ગ અને મકાન વિભાગ ના નિયમ અનુસાર, જે તે એન્જિનિયરે જે કામ કરાવ્યું હોય, તે જ તેનું બિલ બનાવી શકે અને માપણી પણ તેના દ્વારા જ થઈ શકે, જેના કારણે તે બિલો પેન્ડિંગ રાખવા પડ્યા છે. જૂના એન્જિનિયર સામે 29 જેટલી સત્તાવાર તપાસ તેને વધુમાં કહ્યું કે, તપાસ કરતા માલુમ પડ્યું કે તેમાં એસ.ઓ.આર. મુજબ ભાવોમાં મોટો તફાવત હતો અને એસ્ટીમેટો ખોટા હતા, જેની જાણ તેમણે જિલ્લામાં કરતા ડીડીઓ સાહેબ દ્વારા તે જૂના એન્જિનિયર સામે 29 જેટલી સત્તાવાર તપાસ બેસાડવામાં આવી છે. આ ઇન્ક્વાયરીને લીધે જ આ 29 કામોના બિલો અને નવા ખોટા એસ્ટીમેટો હાલ અટકાવી દેવાયા છે. '60 નવી ફાઇલો મંજૂરી માટે જિલ્લા પંચાયત ખાતે મોકલાઈ' SO વિશાલ પોકરે વધુમાં માહિતી આપતા કહ્યું કે, ફરજ સંભાળ્યા બાદ તેમના દ્વારા નિયમ અનુસાર અંદાજિત 52 જેટલા નવા વહીવટી એસ્ટીમેટો અને અન્ય 60 નવી ફાઇલો મંજૂરી માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવી છે, જેથી રેગ્યુલર નવા કામો ચાલુ છે. 'તાલુકા પંચાયતમાં સ્ટાફની ભારે અછત છે અને ક્લાર્ક પણ નથી' વહીવટી વિલંબ પાછળના અન્ય કારણો આપતા તેમણે જણાવ્યું કે, હાલ તાલુકા પંચાયતમાં નાણાપંચના સ્ટાફની ભારે અછત છે અને ક્લાર્ક પણ નથી. વળી, છેલ્લા 3 મહિનાની અંદર 5 જેટલા તાલુકા વિકાસ અધિકારી ની બદલીઓ થઈ ચૂકી છે. આ પ્રતિકૂળતાઓ વચ્ચે તેઓ પોતે પણ મેડિકલ રજા પર હતા અને ગત 4થી મેના રોજ હાજર થયા બાદ ટૂંકા ગાળામાં અન્ય 6 મહત્વના વિકાસ કામોના પેમેન્ટ ક્લિયર કરી દેવામાં આવ્યા છે. બાકીના વિવાદિત 29 કામો અંગે જિલ્લા કક્ષાની તપાસનો આખરી અહેવાલ આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરીને બિલોનો નિકાલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દોસ્ત દોસ્ત ન રહા...!:મહવશે ખાસ મિત્ર ચહલને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધો; કહ્યું- દલીલ બાદ વાત પૂરી કરી દીધી, મારી શુભેચ્છાઓ તેની સાથે રહેશે!
    Next Article
    રાજકોટના 10 હજાર તરવૈયાઓના ધૂબાકા આજથી 4 દિવસ બંધ:વસ્તી ગણતરીની કામગીરીના લીધે મનપાના 4 સ્વિમિંગ પૂલમાં રજા જાહેર, વેકેશનમાં બાળકોની મજા - વૃધ્ધોની એક્સરસાઇઝમાં વિક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment