Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 10 હજાર તરવૈયાઓના ધૂબાકા આજથી 4 દિવસ બંધ:વસ્તી ગણતરીની કામગીરીના લીધે મનપાના 4 સ્વિમિંગ પૂલમાં રજા જાહેર, વેકેશનમાં બાળકોની મજા - વૃધ્ધોની એક્સરસાઇઝમાં વિક્ષેપ

    1 week ago

    રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરીના કારણે મહાનગરપાલિકા સંચાલિત 4 સ્વિમિંગ પૂલ 18 થી 20 મે એમ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દર ગુરૂવારે સ્વિમિંગ પૂલ બંધ રહેતો હોવાથી 21 મીએ પણ રજા રહેશે. જેને લીધે કાળઝાળ ગરમીમાં 10 હજાર તરવૈયા પાણીમાં ધૂબાકા નહીં મારી શકે. એક માત્ર મહિલાઓ માટેનો જીજાબાઇ સ્વિમિંગ પૂલ કાર્યરત રાખવામાં આવેલો છે. હાલ બાળકોને વેકેશન છે અને વૃધ્ધો માટે સ્વિમિંગ એ સરળ એક્સરસાઇઝ ગુજરાતી હોય છે ત્યારે ઉનાળામાં સ્વિમિંગ પૂલ બંધ રાખવાના નિર્ણય સામે તરવૈયાઓમાં રોસ ફેલાયો છે અને તેથી આ અંગેની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવેલી છે. હાલ તો માત્ર ત્રણ દિવસ જ સ્વિમિંગ પૂલ બંધ રહેવાનું છે પરંતુ જો વસ્તી ગણતરીની કામગીરી એક મહિના માટે સ્વિમિંગ પૂલના કર્મચારીઓને સોંપવામાં આવે તો મોટી મુશ્કેલી ઊભી થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ મનપાના સ્વિમિંગ પૂલના મેનેજર હિતેશ ભાસોટીયાના જણાવ્યા પ્રમાણે જનગણનાને લઈને થનારી મિટિંગને કારણે 18 થી 20 મે મનપાના 5 માંથી 4 સ્વિમિંગ પૂલ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. જ્યારે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતા હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, ગઈકાલે અમે કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાં તરવા ગયા હતા તો ત્યાં નોટિસ બોર્ડ ઉપર મારેલું હતું કે જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્ટાફને મીટીંગ હોવાથી સ્વિમિંગ પૂલ 18,19 અને 20 મે એમ ત્રણ દિવસ બંધ રહેશે. અમારું કહેવું એવું છે કે જો તેઓ મિટિંગમાં જાય તો જનગણનાનો ઓર્ડર પણ આવે. જે કાર્યક્રમ કેટલો વરસાદ ચાલે તે તો સરકાર જ જાણે. જેથી અમારી રજૂઆત એવી છે કે અત્યારે ઉનાળામાં સ્વિમિંગ પૂલની ખૂબ જ જરૂરિયાત છે અને આ સ્વિમિંગ પૂલ સવારે 6.30 થી સાંજે 7.30 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જેમાં રાજકોટ શહેરના 3000 થી વધુ લોકો લાભ લેતા હોય છે. બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધો સહિતના બધા જ હોય છે. હેલ્થ રીલેટેડ વાત કરીએ તો સ્વિમિંગ ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું છે અમે માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ આખું વર્ષ સ્વિમિંગ માટે જઈએ છીએ. જેથી અમારી રજૂઆત એવી છે કે સ્વિમિંગ પૂલ ચાલુ રાખવામાં આવે. જેથી સ્વિમિંગ પૂલના કર્મચારીઓને જનગણના કાર્યક્રમમાંથી મુક્તિ આપવામાં આવે. હું છેલ્લા 5 વર્ષથી કાલાવડ રોડ પરના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરું છું. હું ગુજરાત સરકારનો નિવૃત ઑફિસર છું. અહીં સ્વિમિંગ પૂલ ચાલુ રહે તેવી માંગણી છે કારણકે 70 વર્ષ અને 75 વર્ષના વૃધ્ધો પણ આ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ માટે આવે છે. સ્વિમર જે. કે. શુક્લે જણાવ્યું હતું કે, હું નિવૃત સરકારી કર્મચારી છું. મારી ઉંમર 71 વર્ષની છે અને 45 વર્ષથી સ્વિમિંગ કરું છું. મેં NDRF અને ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે પણ કામ કરેલું છે. હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જનગણના કાર્યક્રમને લઈને સ્વિમિંગ પૂલ બંધ રાખવામાં આવશે. જો મ્યુનિસિપલ કમિશનર આહવાન કરે તો નિવૃત સ્ટાફ પણ જનગણના કાર્યક્રમમાં ફરજ બજાવવા માટે તૈયાર થાય તેમ છે અને હું પોતે પણ આ કામગીરી કરવા માટે તૈયાર છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ 88 અને 90 વર્ષના હોય છે તે વોકિંગ કે સાયકલિંગ કરી શકતા નથી પરંતુ તેઓ સ્વિમિંગ કરી હેલ્થ સાચવે છે. આ સ્વિમિંગ પૂલ એક મહિનો બંધ રહેશે તો તે કેટલા અંશે વ્યાજબી છે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે વોકિંગ કરો, સાયકલિંગ કરો અથવા તો સ્વિમિંગ કરો. હાલ ઉનાળુ વેકેશનમાં નાના બાળકો પણ સ્વિમિંગ માટે આવતા હોય છે. તેવામાં હાલ તમે અહીંના સ્ટાફને જનગણનાની ટ્રેનિંગમાં મૂક્યા અને ત્યારબાદ હવે જનગણના કામગીરીમાં મુકશો તો વેકેશનમાં સ્વિમિંગની યોજના ફળીભૂત થતી નથી તેવું હું માનું છું. રાજકોટ મહાનગરપાલિકાના કયા કયા સ્વિમિંગ પૂલ બંધ? 1. લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ 2. મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડ 3. સ્વામિ વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ 4. સરદાર પટેલ સ્નાનાગાર, કોઠારીયા રોડ કયો સ્વિમિંગ પૂલ ચાલુ? 1. જીજાબાઇ સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ રાજકોટ મનપાના સ્વિમિંગ પૂલ અને શીખવા આવનારાઓની સંખ્યા 1.સ્વિમિંગ પૂલ - 5 2. કોચ - 32 3. કેટલા લોકો સ્વિમિંગ માટે આવે છે - 10949 4. સ્વિમિંગ શીખવા આવતા 1747 બાળકો, પુરુષો 6537 અને 2665 મહિલાઓ 5. સ્વિમિંગ માટે આવતા શિખાઉ - 7767 6. સ્વિમિંગ માટે આવતા અનુભવી - 3182 7. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તાલીમ કેટલા અનુભવીઓને અપાય છે? - 78
    Click here to Read More
    Previous Article
    મેંદરડાના 42 ગામના સરપંચોની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ:3 મહિનામાં 5 TDOની બદલી, કરોડોના બિલો અટવાયા; S.O.એ કહ્યું-જૂના એન્જિનિયરે ખોટા બિલો બનાવ્યા
    Next Article
    અતુલ સ્ટેશન નજીક મળેલી હાથ-પગ બાંધેલી લાશનો ભેદ ઉકેલાયો:કંપનીમાં મજૂરી કરતા વૃદ્ધા માયાદેવીની ઓળખ થઈ, હત્યા કરનાર આરોપીને 24 કલાકમાં પોલીસે દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment