Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોસ્ત દોસ્ત ન રહા...!:મહવશે ખાસ મિત્ર ચહલને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધો; કહ્યું- દલીલ બાદ વાત પૂરી કરી દીધી, મારી શુભેચ્છાઓ તેની સાથે રહેશે!

    1 week ago

    એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર આરજે મહવશે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધોને લઈને ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી. મહવશે કહ્યું કે- મારે ચહલ સાથે માત્ર મિત્રતાનો સંબંધ હતો. તાજેતરમાં બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા હતા, જેના પછી ચર્ચાઓ તેજ બની હતી. આ અંગે મહવશે પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, 'લોકોનું એવું છે ને કે વસ્તુઓને ખૂબ મોટી બનાવી દે છે. એટલી કોઈ મોટી વાત નથી હોતી. મિત્રતામાં દલીલ થઈ ગઈ, અનફોલો થઈ ગયું અને વાત પૂરી. આમાં એટલી મોટી વાત છે જ નહીં.' તેણે કહ્યું, 'જે મિત્રો સાથે તમે નાની-નાની વાતો પર હસતા હસતા સમય વિતાવ્યો હોય, તેના માટે દિલમાં વેર ન રાખવું જોઈએ. હું હંમેશા તેને ઓલ ધ બેસ્ટ વિશ કરીશ અને મારી શુભેચ્છાઓ હંમેશા તેની સાથે રહેશે.' ‘હું મિત્રતા ખૂબ સારી રીતે નિભાવું છું’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેની અને ચહલની મિત્રતાથી વધીને પણ કંઈ હતું, તો તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. મહવશે કહ્યું, ‘ના, એવું કંઈ નહોતું. હું મિત્રતા ખૂબ સારી રીતે નિભાવું છું. તે સમયે તેને એક સારા મિત્રની ખૂબ જરૂર હતી.’ મહવશે ચહલના માનસિક સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘જેમ કે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેના મનમાં આત્મહત્યાના વિચારો આવી રહ્યા હતા. તે સમયે અમે બધા પ્રયાસ કરી રહ્યા હતા કે કોઈક રીતે તેમનો IPL સીઝન સારી રીતે પસાર થઈ જાય. અમે બધાએ મળીને તેમનો જેટલો સાથ આપી શકતા હતા, આપ્યો.’ તેણે એમ પણ કહ્યું કે- 'મારા માટે બસ એટલું જ હતું કે મારા મિત્રની સાથે ઊભા રહેવું. અમે આવા સમયે તેની સાથે હતા.' મહવશે એ પણ સ્પષ્ટ કર્યું કે જો ભવિષ્યમાં તેની અને ચહલની મુલાકાત થશે, તો બધું પહેલા જેવું જ રહેશે. અમે એ જ રીતે મળીશું જેમ હંમેશા મળતા હતા. જે મિત્રો સાથે તમે ચા પર વાતો કરી હોય અને દરેક પ્રકારની મજાક કરી હોય, તેના માટે દિલમાં વેર શું રાખવો. ચહલે સંબંધોની અફવાઓને પહેલા જ નકારી હતી મહવશ પહેલાં, ચહલ રિલેશનશિપની અફવાઓને નકારી ચૂક્યા છે. રાજ શમાણીના પોડકાસ્ટમાં તેણે કહ્યું હતું કે- મહવશ માત્ર મારી ફ્રેન્ડ છે. તેણે એ પણ જણાવ્યું હતું કે આ અફવાઓને કારણે મહવશને ટ્રોલનો સામનો કરવો પડ્યો, જેને લઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું. મહવશે પોતાના પહેલા પ્રેમનો ઉલ્લેખ કર્યો તાજેતરમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મહવશે કહ્યું કે જે પહેલો પ્રેમ હોય છે, તે હંમેશા તમને યાદ રહે છે. તે એક તીવ્રતા હતી કે જ્યારે હું મારી સ્કૂટી લઈને તેની કોચિંગની બહાર જઈને ઊભી રહેતી હતી કે તે બસ નીકળશે તો બસ જોઈ લઈશ. તેણે આગળ કહ્યું હતું કે શિયાળામાં તે સવારે વહેલા ઉઠી જતી હતી, કારણ કે તે છોકરાની સ્કૂલ બસ તેના ઘરની સામેથી પસાર થતી હતી. તે સવારે 6 વાગ્યે પોતાની સ્કૂલે જતી પહેલા બહાર ઉભી રહીને બસની રાહ જોતી હતી, ફક્ત એક વાર તેને જોવા માટે. વાતચીત દરમિયાન મહવશે એક વધુ મજેદાર કિસ્સો પણ શેર કર્યો. તેણે જણાવ્યું કે એક બીજો છોકરો બાઇક લઈને તેમના ઘરની આસપાસ ચક્કર લગાવતો હતો. જ્યારે તેના ભાઈને આ વિશે ખબર પડી, ત્યારે તે તે છોકરાને ઘરે લઈ આવ્યો. ત્યારબાદ તે છોકરા પાસેથી એક પત્ર લખાવવામાં આવ્યો, જેમાં તેણે વચન આપ્યું કે તે ફરીથી તે ઘર કે શેરીની આસપાસ નહીં આવે. બાદમાં તે પત્ર પર છોકરા અને તેના માતા-પિતાની પણ સહીઓ કરાવવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    Samwad 2026 Live : संवाद कार्यक्रम में लगा दिग्गजों का मंच,UP के भविष्य पर महामंथन
    Next Article
    મેંદરડાના 42 ગામના સરપંચોની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ:3 મહિનામાં 5 TDOની બદલી, કરોડોના બિલો અટવાયા; S.O.એ કહ્યું-જૂના એન્જિનિયરે ખોટા બિલો બનાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment