Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તડામાર તૈયારીઓ:શહેર-જિલ્લાને 41,261 લાખના ખર્ચે વિવિધ 57 વિકાસ કાર્યોની ભેટ આપશે

    1 week ago

    જામનગરની મુલાકાત અંતર્ગત તા. 19 માર્ચે સંભવિત સવારે દશ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ એરપોર્ટ ખાતે આગમન થશે.જે બાદ તેઓ હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે. ત્યારબાદ ટાઉનહોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂા. 41,261 લાખના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેંટ આપશે. હાપા એપીએમસી ખાતે ખેડૂતો માટે રૂા. 85 લાખના ખર્ચે એસી કેન્ટીન બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતોને 35 રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે.જયારે રૂા. 65 લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતેથી વિકાસના નવા આયામ સ્થાપિત કરતા વિવિધ વિભાગોના કુલ 57 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ. 41,261.43 લાખનો ખર્ચ થાય છે. જેમાંથી રૂા. 15,300.14 લાખના 28 કામોનુ ખાતમુર્હૂત અને રૂા. 25,961.29 લાખના 29 કામોનુ લોકાર્પણ કરાશે.આ લોકાર્પણ થનારા કામોમાં મુખ્યત્વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ-કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ, અમૃત 2.0 યોજના હેઠળ 30 MLD ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગ સહિતના કામોનો સમાવેશ થાય છે. જયારે 28 કામોનુ ખાતમુર્હૂત કરાશે જેમાં મુખ્યત્વે અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે પ્લોટમાં ઓક્સીજન પાર્ક બનાવવાનું કામ, જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઓદ્યોગિક તાલીમ સંસ્થાનું નવીન બાંધકામ, રીડેવલપમેન્ટ નીતિ-૨૦૧૬ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુનઃ નિર્માણની કામગીરી સહિતના કામોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:શહેરમાં 32 મિલકતો સીલ 6 એરિયામાં પાણી બંધ કર્યુ
    Next Article
    સારવાર:કાલાવડના ખડ ધોરાજી ગામે 1962ની ટીમે જટિલ રૂમેનોટોમી સર્જરી કરી ભેંસને નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment