Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:શહેરમાં 32 મિલકતો સીલ 6 એરિયામાં પાણી બંધ કર્યુ

    1 week ago

    જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આકરી રીતે વેરો વસુલાત માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એક જ દિવસમાં એક બિલ્ડીંગના આસામીની 32 મિલકતો સીલ કરવામાં આવી છે. તો વધુ 6 સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં મિલકતવેરો ન ભરનારા પાસેથી વસુલાત માટે મ્યુ.તંત્રની મિલકતવેરા શાખાએ આકરી ઢબે ઉઘરાણી શરૂ કરી છે. ત્યારે શહેરમાં આવેલી જોડિયાવાલા બિલ્ડીંગના આસામી ઉમેદલાલ મોહનલાલએ 30 મિલકતોનો તેમજ દેવરખીભાઈ પરબતભાઈ ધાંગ્રુએ રૂ.25,75,987નો વેરો ન ભરતા અને શ્રી રામ કન્સ્ટ્રકશન ભાગીદારી ભેઢીનો રૂ. 1,43,032નો વેરો ન ભરતા કુલ 32 મિલકતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગર પાલિકાએ મિલકત વેરો નહિં ભરનારાઓની સોસાયટીઓમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. ત્યારે સોમવારે 7 સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ કર્યા બાદ મંગળવારે સવારથી મિલકતવેરા શાખાની ટીમે પાણી પુરવઠાની ટીમને સાથી રાખી સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરના જ્ઞાનગંગા ઝોન, સોલેરીયમ ઝોન અને બેડી ઝોન વિસ્તારમાં આવેલા મયુર બાગ, શ્રીજીનગર, મંગલધામ, મચ્છરનગર, કાપડમિલની ચાલી અને હાઉસીંગ બોર્ડની ચાલીમાં આવેલા 1298 આસામીઓનો પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, અને નળના વાલ્વ સીલ કરવામાં આવ્યા છે. મ્યુ.તંત્રએ ઈતિહાસમાં પ્રથમ વખત આખી સોસાયટીનો પાણી પુરવઠો બંધની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:7માં માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત
    Next Article
    તડામાર તૈયારીઓ:શહેર-જિલ્લાને 41,261 લાખના ખર્ચે વિવિધ 57 વિકાસ કાર્યોની ભેટ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment