Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંભોઈમાં રખડતા શ્વાનની એક કિલોની કેન્સરની ગાંઠની સર્જરી:બે મહિનાથી પીડાતા શ્વાનને 1962ની મદદથી મોડાસા પશુ દવાખાનાની ટીમે દૂર કરી

    1 day ago

    લીંભોઈ કંપામાં વાડીભાઈ પટેલના ફળિયામાં રહેતા એક રખડતા માદા શ્વાનને સ્તનના ભાગે આશરે એક કિલોની ગાંઠ થઈ હતી. તે બે મહિનાથી પીડાઈ રહ્યું હતું. વાડીભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનનો સંપર્ક કરી પ્રાથમિક સારવાર કરાવી હતી. સારવાર છતાં શ્વાનની તબિયત સુધરી નહીં. આથી, ૧૯૬૨ના તબીબે તેને મોડાસા પશુ દવાખાનામાં મોકલ્યું. ત્યાંના પશુ ડોક્ટર ડૉ. એસ. બી. પટેલે તરત સર્જરી કરવાનો નિર્ણય લીધો. મોડાસા પશુ દવાખાનામાં ડૉ. એસ. બી. પટેલ અને તેમની ટીમે સર્જરી કરી. શ્વાનના સ્તનના ભાગમાંથી કેન્સરગ્રસ્ત ગાંઠ સફળતાથી દૂર કરાઈ. આ ગાંઠ મેમરી ગ્લેન્ડ ટ્યુમર હોવાનું ખબર પડી. સર્જરી પછી શ્વાનને પીડામાંથી છુટકારો મળ્યો અને તે સ્વસ્થ થઈ સામાન્ય રીતે ચાલતું થયું. અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપાધ્યક્ષ નિલેશ જોશીએ વાડીભાઈ અને પશુ દવાખાનાની ટીમના પ્રયાસોને વખાણ્યા.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં વનકર્મીઓ હુમલો કરનાર સિંહ ત્રીજા દિવસે પકડાયો:વનવિભાગે મેગા સર્ચ કરી કાતર ગામની સીમમાં લોકેશન શોધ્યું, ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો
    Next Article
    રાજકોટનું રાજ્યવ્યાપી બોગસ કોલસેન્ટર કૌભાંડ:ગ્રામ્ય પોલીસની તપાસમાં 24 દસ્તાવેજ વેરીફાઈ થયાં, રૂ. 40 કરોડની 128 વિઘા જમીન ઉપર કબ્જો થયાનો ઘટસ્ફોટ, ભોગ બનેલા વધુ 15 જેટલા ખેડૂતો સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment