Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.4.12 કરોડની ઓનલાઈન ઠગાઈ:​'હેલો ટ્રેડર્સ' નામની નકલી સાઈટમાં કરોડોનું રોકાણ કર્યું, નફો અને મૂળ મૂડી વિથડ્રો ન થતા છેતરાયાની જાણ થઇ

    17 hours ago

    ​શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક પાસે હિંમતનગર વિસ્તારમાં રહેતા અને અલગ-અલગ પેઢીઓના એકાઉન્ટ લખવાનું કામ કરતા 32 વર્ષીય યુવક મીતેષપરી ગોસાઈ સાથે શેરબજારમાં ટ્રેડિંગ કરી મસમોટો નફો કમાઈ આપવાની લાલચ આપી કૂલ રૂ.4.12 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર યુવકે EOWમાં મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા મુખ્ય આરોપી નરેશ સેવકરામાણી તથા અન્ય વિવિધ બેંક ખાતાધારકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વર્ષ 2021માં ફરિયાદી મીતેષપરી પોતાના બચતના ખાતાનું રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા પર સંશોધન કરી રહ્યા હતા દરમિયાન તેમનો સંપર્ક આરોપી નરેશ સેવકરામાણી સાથે થયો હતો. શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ અપાવવા માટે કોઈ પણ ચાર્જ કે કમિશન લીધા વગર ટ્રેડિંગ શીખવવાની ખાતરી આપી હતી. વર્ષ 2021થી 2024 દરમિયાન ફરિયાદીને નાની નાની રકમોનું રોકાણ કરાવી ટ્રેડિંગનો અનુભવ કરાવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2024માં જ્યારે ફરિયાદીને ટ્રેડિંગમાં અનુભવ થયો ત્યારે તેમણે પોતાના મિત્ર વર્તુળ પાસેથી નાણાં ઉછીના મેળવી મોટા પાયે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સમયે આરોપી નરેશએ 'હેલો ટ્રેડર્સ' નામની ટ્રેડિંગ વેબસાઈટ પર રોકાણ કરવા માટે એજન્ટ તરીકે કમિશન માગ્યું હતું અને લોગઈન લિંક પૂરી પાડી હતી. વેબસાઈટ પર લોગઈન આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા બાદ નાણાં ડિપોઝિટ કરવા માટે સાઈટ પર સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝ, પેસિફાય ઈન્ફ્રા પેમેન્ટ સોલ્યુશન, વિશબોટ સોફ્ટ ટેક, રામગ્સ ટેક અને માનકી એન્ટરપ્રાઈઝ જેવી નકલી પેઢીઓના બેંક ખાતાઓ તથા ક્યુઆર કોડ દર્શાવવામાં આવતા હતા. ફરિયાદી અલગ-અલગ સમયે તે ખાતાઓમાં રકમ જમા કરાવતા હતા અને તેના સ્ક્રીનશોટ આરોપીના વોટ્સએપ તથા સપોર્ટ નંબરો પર મોકલતા હતા, જેના આધારે તેમની આઈડીમાં પોર્ટલ પર બેલેન્સ સ્વરૂપે રકમ દર્શાવવામાં આવતી હતી. વર્ષ 2024થી ફેબ્રુઆરી 2026 સુધીમાં ફરિયાદીએ પોતાના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ.6,35,48,834 જમા કરાવ્યા હતા, જેમાંથી આરોપીઓએ વળતર રૂપે રૂ.4,23,15,169 પરત આપ્યા હતા. આમ, મૂળ મૂડીના રૂ.2,12,33,665 પરત આપવાના બાકી હતા. ત્યારબાદ ગત તા.02.02.2026ના રોજ ફરિયાદીના આઈડીમાં જમા થયેલ રૂ.2 કરોડનો નફો અને મૂળ મૂડી વિથડ્રો કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સાઈટ પર એરર આવવા લાગી હતી. ફરિયાદીએ આ અંગે આરોપીનો સંપર્ક કરતા તેણે એક-બે દિવસમાં તમામ નાણાં વિથડ્રો કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, ત્યારબાદ લોગઈન લિંક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને આરોપીએ ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદીની રોકાણની મૂળ મુડીના રૂ.2,12,33,665 તથા નફાના રૂ.2 કરોડ મળી કુલ રૂ.4,12,33,665ની રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.હરીપરા દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમા બોલેરો ચાલક સહિત 4 શખ્સોનો યુવક પર હુમલો:કાનમાં ઇયરફોન કેમ ભરાવ્યા છે તેમ કહી ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    ગાંધીનગરમાં રાજકીય ગરમાવો:મનપા ચૂંટણીમાં ભાજપના ડરથી અજ્ઞાતવાસમાં ગયેલા કોંગ્રેસના 44 ઉમેદવારો મેદાને આવ્યા, હવે ખરખરી ખેલ ખેલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment