Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સતત બીજા દિવસે પારો 41 ડિગ્રી પાર:હીટવેવથી જનજીવન પ્રભાવિત, લોકો ઘરોમાં કેદ

    6 hours ago

    નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. રાજ્યમાં પ્રવર્તી રહેલી હીટવેવની અસર હેઠળ, નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આજે જિલ્લાનું મહત્તમ તાપમાન 41.3°C નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.5°C રહ્યું હતું. ગઈકાલે મહત્તમ તાપમાન 41.5°C નોંધાયું હતું, જે દર્શાવે છે કે ગરમીમાં કોઈ ખાસ રાહત મળી નથી. સવારના સમયે ભેજનું પ્રમાણ 85% જેટલું ઊંચું રહેતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. જોકે, સાંજે ભેજ ઘટીને 33% થતાં સૂકી ગરમીનો અનુભવ થયો હતો. દક્ષિણ-પશ્ચિમ દિશાએથી સરેરાશ 3.5 કિમી પ્રતિ કલાકની ઓછી ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. પવનની ગતિ નહિવત હોવાને કારણે વાતાવરણમાં ગરમી સ્થિર રહી હતી, જેના પરિણામે બપોરના સમયે આકરી લૂનો અનુભવ થયો હતો. ગરમીના કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી અને લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. કૃષિ નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ વધી રહેલું આ તાપમાન ખેતીના વ્યવસાય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સતત વધતી ગરમીને કારણે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે. આકરી ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની સંભાવના હોવાથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના વોર્ડ 1માં કોર્પોરેટરની રજૂઆત બાદ પાલિકા સક્રિય:અહેમદનગર સહિતના વિસ્તારોમાં કચરા-કાસોની સફાઈ શરૂ કરાઈ
    Next Article
    ઘરમાં રસોઈના ધુમાડા બાબતે પ્રેમિકાનું ઢીમ ઢાળી દીધું:7 વર્ષથી સાથે રહેતા પ્રેમીએ જ ગળાના ભાગે કાતર મારી યુવતીની હત્યા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment