Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાર્ડન રેસીડેન્સી-1માં ઢોલ-નગારા સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત:કમળની થીમ પર બનેલા ઈકો-ફ્રેન્ડલી પંડાલમાં કરાયું સ્થાપન, ભક્તો ઉમટ્યા

    16 hours ago

    ગાર્ડન રેસીડેન્સી-1, સાઉથ બોપલ ખાતે ગણેશોત્સવના પાવન પર્વ પર ગણપતિ બાપ્પાનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. ગણપતિ બાપ્પાની મૂર્તિની વિધિ-વિધાનથી પૂજા કરી શુભ મુહૂર્તમાં પંડાલમાં સ્થાપના કરાઈ. આ વર્ષે ગણપતિ પંડાલની ખાસિયત કમળની થીમ પર સુંદર સજાવટ છે. પંડાલમાં પાણીનું સુંદર પોન્ડ બનાવી તેમાં ફુવારા મૂકવામાં આવ્યા છે. આનાથી આખા પરિસરમાં સુંદર અને આધ્યાત્મિક વાતાવરણ બની ગયું છે. ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણની જવાબદારીનું પણ ધ્યાન રખાયું છે. આખું ડેકોરેશન ઈકો-ફ્રેન્ડલી સામગ્રીથી કરાયું છે. કુદરતી સુંદરતા અને પર્યાવરણ સુરક્ષાનો સારો મેળ કરતી આ સજાવટ બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણપતિ બાપ્પાના આગમન અને સ્થાપનાના અવસરે સોસાયટીના ઘણા સભ્યો, મહિલાઓ, બાળકો અને પરિવારજનો હાજર રહ્યા હતા. આખું પરિસર “ગણપતિ બાપ્પા મોરિયા”ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન બધાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘કલ્પવૃક્ષ 2.0’ કોન્ક્લેવમાં 7,000 વિદ્યાર્થીઓ જોડાયા:43 ઇવેન્ટ્સમાં ટેક્નોલોજી, મેનેજમેન્ટ અને કાયદા સહિતના ક્ષેત્રો આવરી લેવાયા
    Next Article
    સ્વધા ફાઉન્ડેશન 2021 થી ગરીબ બાળકોને શિક્ષણ અને ભોજન આપી:સંસ્થાના પ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ કોઈના સહયોગ વિના પોતાના ખર્ચે આ સેવા ચલાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment