Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષોના બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લા કરાવાયા:રસ્તા પરથી ગેરકાયદે દબાણો હટાવી ગંદકી કરનારાઓ પાસેથી રૂ. 10,500નો દંડ વસૂલાયો

    4 days ago

    ગાંધીનગર શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને જાહેર જનતાને પડતી અગવડતાઓ દૂર કરવાના હેતુથી પાટનગરનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે એક મેગા દબાણ હટાવો અભિયાન છેડવામાં આવ્યું છે. આ વ્યાપક ઝુંબેશ અંતર્ગત રક્ષાશક્તિ સર્કલથી લઈને રિલાયન્સ ચોકડી સુધીના વ્યસ્ત માર્ગો તેમજ કુડાસણ ખાતે આવેલા ગૌરવપથ પર વાહનચાલકો તથા રાહદારીઓને અવરોધતા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા છે. કોમર્શિયલ સેન્ટરોમાં મુલાકાતીઓના પાર્કિંગ બંધ જોવા મળ્યા આ ઝુંબેશમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, સેનિટેશન શાખાની સાથે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં જોડાયો હતો. તંત્રની તપાસ દરમિયાન શહેરના જાણીતા કોમર્શિયલ સેન્ટરો જેવા કે પ્રમુખ મસ્તાના કોમ્પ્લેક્ષ, પ્રમુખ આર્કેડ કોમ્પ્લેક્ષ, રાધે સ્ક્વેર અને પ્રમુખ આનંદ ઓર્બિટ મોલ વગેરે જગ્યાઓ પર મોટા પાયે દબાણો થયા હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય ગ્રાહકો અને મુલાકાતીઓ માટે રાખવામાં આવેલા બેઝમેન્ટ પાર્કિંગ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે વાહનો રસ્તા પર પાર્ક થતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અગાઉ જ આ તમામ કોમ્પ્લેક્ષોને બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લા કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. સ્થળ પર જ વાહનો બેઝમેન્ટમાં પાર્ક કરાવાયા આ ડ્રાઈવ દરમિયાન તમામ સંબંધિત આસામીઓને સ્થળ પર રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને ટ્રાફિક પોલીસની હાજરીમાં જ તમામ વાહનોને બેઝમેન્ટ પાર્કિંગમાં યોગ્ય રીતે પાર્ક કરાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ મનપાની એસ્ટેટ શાખા દ્વારા જાહેર રસ્તાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષો અને શોપિંગ સેન્ટરોના પાર્કિંગ એરિયામાં દુકાનદારો દ્વારા મુકવામાં આવેલો નડતરરૂપ સામાન અને ગેરકાયદેસર કેબિનો-લારીઓ સંપૂર્ણપણે હટાવી લેવાયા હતા, જેથી સામાન્ય નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે. ગંદકી કરનારા વેપારીઓ સામે સેનિટેશન શાખા લાલઘૂમ થઈ બીજી તરફ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સેનિટેશન શાખાએ પણ કડક વલણ અપનાવ્યું હતું. જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા તત્વો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂપિયા 10,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તંત્રના જણાવ્યા અનુસાર, લોકસુખાકારી અને નાગરિકોની સલામતી માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. સમગ્ર ગાંધીનગર શહેરમાં ટ્રાફિક ફ્રી સર્વિસ રોડ બને અને તમામ બેઝમેન્ટ પાર્કિંગ યોગ્ય રીતે કાર્યરત થાય તે માટે આ આખી ડ્રાઈવ આગામી સમયમાં સમગ્ર પાટનગરમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Revealed: The most effective ways to keep cortisol levels in check
    Next Article
    રાજા ઓવારા 'હુશેની મસ્જિદ' વિવાદમાં વકફ ટ્રિબ્યુનલનો ચુકાદો:બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વકફ બોર્ડની અરજી ફગાવી, મૌલવીઓને 1 લાખનો મોટો દંડ ફટકારાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment