Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલોદના હરસોલમાંથી જુગારધામ ઝડપાયું:રૂ.12.41 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારી પકડાયા

    4 days ago

    સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામમાં ચાલતા એક જુગારધામ પર સાબરકાંઠા એલસીબીએ દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને બે વાહનો સહિત કુલ રૂ. 12.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયા અને પીએસઆઈ આર.કે. જોષીના જણાવ્યા અનુસાર, એલસીબી સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે હરસોલ ગામની નીચલી ફળીમાં રહેતા મનોજ ભીખાભાઈ રાવલના ઘરના પહેલા માળે જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીએ વિસ્તારને કોર્ડન કરીને જુગારધામ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે જુગારીઓ પાસેથી રૂ. 1.10 લાખથી વધુના આઠ મોબાઈલ ફોન, રૂ. 1.31 લાખથી વધુની રોકડ રકમ અને રૂ. 10 લાખની કિંમતના બે વાહનો જપ્ત કર્યા હતા. કુલ રૂ. 12.41 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. પકડાયેલા નવ જુગારીઓમાં મનોજભાઈ ભીખાભાઈ રાવલ, મનોજ ઈશ્વરભાઈ પટેલ, સ્મિત કમલેશભાઈ સંઘવી, હરેશ વિનોદચંદ્ર શાહ, દીપક ચીમનલાલ ઠક્કર, જૈમીન સુરેશભાઈ પટેલ, ધર્મેશ ગોવિંદભાઈ પ્રજાપતિ, નરેશ ભગવાનભાઈ પટેલ અને શરીફમીયા ગુલામનબી શેખનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજા ઓવારા 'હુશેની મસ્જિદ' વિવાદમાં વકફ ટ્રિબ્યુનલનો ચુકાદો:બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વકફ બોર્ડની અરજી ફગાવી, મૌલવીઓને 1 લાખનો મોટો દંડ ફટકારાયો
    Next Article
    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:10 કરોડના 2 કિલો શુદ્ધ કોકેઇન સાથે પેસેન્જરની ધરપકડ, દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો હતો પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment