Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:10 કરોડના 2 કિલો શુદ્ધ કોકેઇન સાથે પેસેન્જરની ધરપકડ, દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો હતો પ્લાન

    4 days ago

    ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની સુરત ટીમે રેલવે સ્ટેશન પર એક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માર્કેટની કમર તોડી નાખી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી હાઈપ્રોફાઈલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો અત્યંત શુદ્ધ કોકેઇનનો (Cocaine) જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ જેટલી થાય છે. આ મામલે DRIએ મુસાફરી કરતા 39 વર્ષીય આરોપી ફેઝલ અહમદની ધરપકડ કરી સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા કરોડો રૂપિયાના આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે. ગુપ્ત બાતમીના આધારે રેલવે સ્ટેશન પર ગોઠવાઈ વોચ DRI ના ઉચ્ચ અધિકારીઓને અગાઉથી જ ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા કે, દિલ્હીથી આર્થિક પાટનગર મુંબઈ તરફ જઈ રહેલી એક ટ્રેનમાં નશીલા પદાર્થોની મોટી ખેપ મોકલવામાં આવી રહી છે. આ બાતમીને પગલે DRI ની ટીમે પૂરી તૈયારી સાથે વહેલી સવારથી જ સુરત રેલવે સ્ટેશન પર વ્યુહાત્મક વોચ ગોઠવી દીધી હતી. જેવી નિર્ધારિત તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી, કે તુરંત જ અધિકારીઓએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સામાનની તલાશી લેતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા ટ્રેનની અંદર તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને હાવભાવ ધરાવતા એક મુસાફર પર અધિકારીઓની નજર પડી હતી. તેને અટકાવીને જ્યારે તેના સામાનની સઘન તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કિંમતી કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડોમાં છે તેવું શુદ્ધ કોકેઇન પકડાતા જ રેલવે સ્ટેશન પરિસરમાં સનાટો વ્યાપી ગયો હતો. DRI એ ડ્રગ્સનો જથ્થો કાયદેસર રીતે જપ્ત કરી આરોપી મુસાફરને કસ્ટડીમાં લીધો હતો. દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો પ્લાન પ્રાથમિક પૂછપરછમાં આરોપી ફેઝલ અહમદએ કબૂલાત કરી છે કે, તે દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક ‘કેરિયર’ (માલ પહોંચાડનાર) તરીકે લઈને નીકળ્યો હતો. આ કરોડોની કિંમતનો જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો અને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો. હાલમાં આ ડ્રગ્સનો મુખ્ય સોર્સ કયો છે, દિલ્હીમાં આ કિંમતી ડ્રગ્સ તેને કોણે આપ્યું અને મુંબઈમાં આ કલેક્શન કોણ લેવાનું હતું તે તમામ દિશાઓમાં DRI ના ઉચ્ચ અધિકારીઓ રિમાન્ડ દરમિયાન તેની આકરી પૂછપરછ કરી રહ્યા છે. આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની આશંકા આ કેસની ગંભીરતા અને પકડાયેલા ડ્રગ્સની કિંમત જોતા રેલવે પોલીસ સહિતની એજન્સીઓ પણ સતર્ક થઈ છે. DRIને શંકા છે કે આ કોઈ વ્યક્તિગત ગુનો નથી પરંતુ તેની પાછળ એક બહુ મોટું આંતરરાજ્ય નશીલા પદાર્થનું નેટવર્ક અથવા સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. આરોપી સામે ડ્રગ્સ અને નશીલા પદાર્થ વિરોધી કાયદા (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે. આ તપાસના તાર આગામી દિવસોમાં અન્ય રાજ્યો સુધી લંબાય અને ડ્રગ્સ માફિયાઓના મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    તલોદના હરસોલમાંથી જુગારધામ ઝડપાયું:રૂ.12.41 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારી પકડાયા
    Next Article
    પાટણમાં 131 આદિવાસી દીકરીઓના સમૂહલગ્ન:'એક પેડ આદિવાસી કે નામ' થીમ પર આયોજન કરાયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment