Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 41 મિલકતો સીલ:અવધ રેસિડેન્સીમાં વેરા વસૂલાત, 4 દિવસમાં 65 લાખની રિકવરી

    2 days ago

    નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. ઇટાળવા સ્થિત 'અવધ રેસિડેન્સી'માં 41 રહેણાક મિલકતોને સીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેરો નહીં ભરાય તો વીજળી અને પાણીના કનેક્શન કાપવા સુધીના પગલાં લેવામાં આવશે. મિલકતધારકોને અગાઉ અનેકવાર નોટિસ પાઠવી વેરો ભરવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં, લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકતધારકો સામે આજે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી 41 મિલકતોને પેપર નોટિસ સાથે સીલ કરવામાં આવી છે. પાલિકાની આક્રમક કામગીરીને પગલે અનેક મિલકત માલિકોએ સ્થળ પર જ બાકી વેરાની ચુકવણી કરવાની તૈયારી દર્શાવી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા 4 દિવસમાં તંત્રએ કુલ 65 લાખ રૂપિયાની રોકડ રિકવરી મેળવી છે. આ કામગીરીને પરિણામે નવસારી મહાનગરપાલિકાની કુલ વેરા રિકવરીનો આંકડો 79% સુધી પહોંચી ગયો છે. મહાનગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે સીલ કરાયેલી મિલકતોને 24 કલાકની અંતિમ તક આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો આગામી દિવસોમાં વીજળી કાપ, પાણી કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરાશે. વેરા વસૂલાતની કામગીરીમાં કોઈપણ પ્રકારની રાજકીય કે અન્ય ભલામણોને વશ થયા વગર કામગીરી ચાલુ રાખવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને સમયસર વેરો ભરીને શહેરના વિકાસકાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી છે. સીલિંગ જેવી કડક કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે મિલકતધારકોએ પાલિકાના વેરા વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    350 વિદ્યાર્થીઓએ શિક્ષિકાના વિરોધમાં રજા પાડી:વધુ બે વિદ્યાર્થીઓ પર સાથી વિદ્યાર્થીઓનો હુમલો, પતિએ મિત્રો પાસે પત્ની પર કરાવ્યું દુષ્કર્મ
    Next Article
    પાટણ શિક્ષક મંડળીના 50 વર્ષ પૂર્ણ:સુવર્ણ મહોત્સવ ઉજવાયો; જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નો પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment