Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:સિઝનનું સૌથી ઉંચુ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું : લોકો ગરમીમાં શેકાયા

    1 day ago

    પોરબંદરમાં બપોરે આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. પોરબંદરમાં મહતમ તાપમાન 3.1 ડિગ્રી વધીને 40.9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે જ્યારે લઘુતમ તાપમાન પણ 1.6 ડિગ્રી વધીને 23.8 ડિગ્રીએ પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 19 ટકા નોંધાયું છે. તાપમાન વધી જતા શહેરમાં ગરમીનું પ્રમાણ વધી જતા લોકો અકળાઈ ઉઠ્યા છે. પોરબંદરમાં હજુ તો ઉનાળો શરૂ થયો છે ત્યાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 22.2 ડિગ્રી રહ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું. જ્યારે બુધવારે તાપમાનનો પારો ઊંચકાયો હતો. બુધવારે પોરબંદરમાં મહતમ તાપમાન 3.1 ડિગ્રી વધીને 40.9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને લઘુતમ તાપમાન પણ 1.6 ડિગ્રી વધીને 23.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ તો 26 ટકા ઘટીને 19 ટકા પહોંચ્યું છે. તાપમાનનું પ્રમાણ વધી જતા શહેરીજનો ગરમીમાં શેકાયા હતા. આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. સવારથી રાત સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરે તો બફારાનો અનુભવ થાય છે. આ સિઝનનું સૌથી ઊંચું લઘુતમ અને મહતમ તાપમાન નોંધાયું શિયાળાની શરૂઆત માંજ મહતમ તાપમાન 40.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી આ સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હીટવેવ ની આગાહી વચ્ચે હજુ તાપમાન વધવાની શક્યતા રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    સિઝનલ:પોરબંદરમાં લીંબુની આવક ઘટી, ભાવમાં ધરખમ વધારો, રૂ.180 પ્રતિકિલોનું વેચાણ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાટણમાં રાંધણગેસના બુકિંગમાં 50%નો ઉછાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment