Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી:દાંતના ઓપરેશન માટે 50 દિવસનું વેઇટિંગ, ડીનનું દર્દી સાથે અણછાજતું વર્તન; સ્પેશિયલ સર્જનની અછત હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો સ્વીકાર

    5 days ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી છે. હોસ્પિટલની અંદર ડોક્ટરોની ભારે અછતને કારણે દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ડોક્ટરોની આ તીવ્ર અછતના કારણે સામાન્ય ઓપરેશન માટે દર્દીઓને 50-50 દિવસ સુધી લાંબુ વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે જ્યારે પીડિત દર્દી ન્યાયની આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના ડીન પાસે રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં પણ તેમને કડવો અનુભવ થયો હતો, જ્યારે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પારુલ વડગામાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં સ્પેશિયલ સર્જન્સની ભારે અછત પ્રવર્તી રહી છે. 12 જૂને તપાસ અને ઓપરેશનની તા.24 જુલાઈની મળી આ ગંભીર બેદરકારીનો ભોગ 55 વર્ષીય ભરતભાઈ મિયાણી નામના વૃદ્ધ બન્યા છે. ભરતભાઈને છેલ્લા ઘણા સમયથી જમણી બાજુની દાઢમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. આ તકલીફના નિવારણ માટે તેઓ આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના દાંતના વિભાગમાં ચેક-અપ માટે પહોંચ્યા હતા. ગત 12 જૂનના રોજ ડોક્ટરો દ્વારા તેમના દાંતની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને એક્સ-રે સહિતની તમામ જરૂરી પ્રોસેસ પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જોકે, ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને સીધી 50 દિવસ પછીની, એટલે કે 24 જુલાઈની ઓપરેશનની એપોઇન્ટમેન્ટ પકડાવી દેવામાં આવી હતી. દુખાવો અસહ્ય થતાં હોસ્પિટલ પહોંચ્યા પણ સારવાર વિના જ હાંકી કઢાયા દરમિયાન 24 જૂનના રોજ ભરતભાઈને દાઢમાં અસહ્ય દુખાવો ઉપડતા અને તકલીફ હદ બહાર વધી જતાં તેઓ ફરીથી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ફરજ પરના સ્ટાફને પોતાની પીડા જણાવી તાત્કાલિક સારવાર કરવા વિનંતી કરી હતી. પરંતુ હોસ્પિટલના સંવેદનહીન સ્ટાફે તેમની પીડા સમજવાને બદલે રૂક્ષ શબ્દોમાં કહી દીધું કે, તમારી એપોઇન્ટમેન્ટ 24 જુલાઈની છે, ત્યાં સુધી રાહ જુઓ. આમ કહીને વૃદ્ધ દર્દીને કોઈ પણ પ્રકારની સારવાર આપ્યા વગર જ હોસ્પિટલમાંથી પરત મોકલી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી પહોંચી ફરિયાદ હોસ્પિટલના આ પ્રકારના અમાનવીય વલણથી ત્રાસીને આખરે દર્દી ભરતભાઈ મિયાણીએ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમણે આ સમગ્ર મામલે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ સુરત કલેક્ટરને ઈમેલ મારફતે લેખિત ફરિયાદ મોકલીને જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. સિવિલના ડીન પણ વિવાદમાં, દર્દી સાથે ખરાબ વર્તન કર્યાનો આક્ષેપ આ સમગ્ર મામલે જ્યારે પીડિત દર્દી ન્યાયની આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના ડીન પાસે રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં પણ તેમને કડવો અનુભવ થયો હતો. આરોપ છે કે સિવિલ હોસ્પિટલના ડીન દ્વારા પણ દર્દીની સમસ્યા સાંભળવાને બદલે તેમની સાથે અત્યંત ખરાબ અને તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. વહીવટી વડાના આવા વર્તનને પગલે હવે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘સરકાર ભરતી કરે છે પણ સ્પેશિયલ સર્જન મળતા જ નથી!’ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાંતના ઓપરેશન માટે વૃદ્ધ દર્દીને 50 દિવસ લાંબુ વેઇટિંગ અપાવાના અહેવાલ બાદ સિવિલ તંત્ર દોડતું થયું છે. આ મામલે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પારુલ વડગામાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં સ્પેશિયલ સર્જન્સની ભારે અછત પ્રવર્તી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વારંવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે લાયક કેન્ડિડેટ્સ જ મળતા નથી! જેને પગલે હવે હોસ્પિટલ તંત્ર રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી બહારના સ્પેશિયલ સર્જનની વ્યવસ્થા કરવા મજબૂર બન્યું છે. અઠવાડિયામાં માત્ર બે જ દિવસ સેવા, રજા હોવાથી દર્દીને ધક્કો સુપ્રિટેન્ડન્ટ પારુલ વડગામાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પીડિત દર્દી ભરતભાઈ મિયાણીની સર્જરી સામાન્ય નથી, પરંતુ તે 'સ્પેશિયલ સર્જરી'ની કેટેગરીમાં આવે છે. આ પ્રકારની જટિલ સર્જરી માટે ક્વોલિફાઇડ સ્પેશિયલ સર્જનની જરૂર પડે છે, જેની જગ્યા સિવિલમાં ખાલી છે. આથી, રોગી કલ્યાણ સમિતિમાંથી વિઝિટિંગ ડોક્ટર દીઠ 10,000 ચૂકવીને બહારથી સ્પેશિયલ સર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાયર કરેલા સ્પેશિયલ સર્જન અઠવાડિયામાં માત્ર બે જ દિવસ સિવિલમાં પોતાની સેવા આપે છે. કમનસીબે, દર્દી જ્યારે આવ્યા ત્યારે રજા હોવાના કારણે તેમની સર્જરી થઈ શકી નહોતી અને તેમને એપોઇન્ટમેન્ટ પ્રમાણે આવવા કહેવાયું હતું. કેટલા ડોક્ટરોની અછત છે તેનો ચોક્કસ આંકડો ખબર નથી હોસ્પિટલના વહીવટી માળખાની પોલ ત્યારે ખુલ્લી પડી જ્યારે સુપ્રિટેન્ડન્ટને સિવિલમાં ખાલી જગ્યાઓ અંગે પૂછવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ કેટલા ડોક્ટરોની અછત છે તેનો ચોક્કસ આંકડો તેમની પાસે ઉપલબ્ધ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ક્લાસ-1 અને સુપર સ્પેશિયાલિસ્ટ (સ્પેશિયલ સર્જન) કેટેગરીના ડોક્ટરોની ભારે અછત વર્તાઈ રહી છે. સરકારી દાવાઓ વચ્ચે ગરીબ દર્દીઓ રામભરોસે સુપ્રિટેન્ડન્ટના આ સત્તાવાર નિવેદન બાદ અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના બજેટ અને આધુનિક સુવિધાઓની વાતો વચ્ચે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માત્ર 'રોગી કલ્યાણ સમિતિ'ના ટેકા અને પાર્ટ-ટાઇમ ડોક્ટરોના ભરોસે ચાલી રહી છે. અઠવાડિયામાં માત્ર બે જ દિવસ સ્પેશિયલ સર્જન આવતા હોવાથી, હજારો ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓએ અસહ્ય પીડા વચ્ચે અઠવાડિયો કે મહિનાઓ સુધી ઓપરેશનની રાહ જોવી પડી રહી છે. તંત્ર ભલે ગમે તે બહાના આગળ ધરે, પણ વાસ્તવિકતા એ છે કે ડોક્ટરોની આ તીવ્ર અછતનો ભોગ આખરે સામાન્ય જનતા જ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરમાં ચોરી - ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું:સંજય રાઉતે પૂછ્યું- ઉદ્ધવે દાનમાં આપેલી ચાંદીની ઈંટ ક્યાં ગઈ; 8 આરોપીઓની ધરપકડ
    Next Article
    BJP's 'Laapata Rahul' Poster Attack, Congress Says He Gets Many Invites

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment