Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવમાંથી બ્રાન્ડના નામે નકલી વાયર બનાવતું કારખાનું ઝડપાયું:શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં વાયર બનાવી પોલીકેબ અને ફિનોલેક્સ કંપનીનું પ્રિન્ટિંગ કરાતું, રૂ. 40.62 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

    1 day ago

    અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર આવેલી ધવલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઇલેક્ટ્રિક વાયર બનાવતી શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂ. 40.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફેક્ટરીમાંથી જાણીતી કંપનીઓ પોલીકેબ અને ફિનોલેક્સના નામે ગેરકાયદેસર રીતે વાયરોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે કારખાનું ચાલી રહ્યું હોવાની બાતમી મળી ​નવી દિલ્હી ખાતે કાર્યરત એબલમાઇન્ડ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર વિનોદકુમાર કપાસિયાને બાતમી મળી હતી કે, ઓઢવ રિંગ રોડ સ્થિત ધવલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના શેડ નંબર 11માં શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ નામે નકલી કેબલ વાયર બનાવવાનું ગેરકાયદે કારખાનું ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ઓઢવ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે કારખાનામાં દરોડો પાડતા ત્યાંથી સુપરવાઇઝર છોટુસિંહ ભવાનીસિંહ દહીયા, મજૂરીકામ કરતા મહેન્દ્રકુમાર કુઈઆરામ ભીલ અને ગોપાલકુમાર રતારામ મેઘવાલ મળી આવ્યા હતા. પોલીકેબ લખેલા 502 બંડલ, ફિનોલેક્સ લખેલા 137 બંડલ મળ્યાં આરોપીની પૂછપરછ કરતા આ ફેક્ટરી નિકોલ ખાતે રહેતા ઉત્તમસિંહ જબ્બરસિંહ રાજપુતની હોવાનું ખુલ્યુ હતું. કારખાનામાં પ્લાસ્ટિકના દાણા ઓગાળીને કોપર વાયર પર કોટિંગ કરી તેના પર પોલીકેબ અને ફિનોલેક્સ કંપનીનું પ્રિન્ટિંગ કરવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી પોલીકેબ લખેલા 75 મીટરના 502 બંડલ, ફિનોલેક્સ લખેલા 160 મીટરના 137 બંડલ, પ્રિન્ટિંગ મશીન, ડ્રાઇવ પેનલ, વજનકાંટા, કોપર વાયર ભરેલા ડ્રમ સહિત કુલ રૂ. 40.62 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઓઢવ પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી ફેક્ટરીને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​
    Click here to Read More
    Previous Article
    ત્રણ મહિનાથી ચાલતી તપાસનો અંત આવશે:રાજકોટનાં જંગલેશ્વર ખર્ચકાંડની તપાસનો રિપોર્ટ થોડા દિવસોમાં જાહેર થશે, બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાશે : મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
    Next Article
    નવસારીના ઘેજમાં 12.48 લાખનું ખાતર કૌભાંડ:32 ખેડૂતોના અંગૂઠાના નિશાન-ઓળખનો દુરુપયોગ કરી ખાતરની 1264 બેગના બનાવટી બિલો બનાવ્યાં, એક સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment