Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના ઘેજમાં 12.48 લાખનું ખાતર કૌભાંડ:32 ખેડૂતોના અંગૂઠાના નિશાન-ઓળખનો દુરુપયોગ કરી ખાતરની 1264 બેગના બનાવટી બિલો બનાવ્યાં, એક સામે ગુનો

    1 day ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામમાં સહકારી મંડળી મારફતે સબસિડીવાળા ખાતરના વિતરણમાં રૂ.12.48 લાખની ગેરરીતિ સામે આવતા ચકચાર મચી છે. ઘેજ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડમાં ખેડૂતોની ઓળખ અને અંગૂઠાના નિશાનનો દુરુપયોગ કરી ખોટા બિલ બનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ મામલે ખેતી અધિકારીની ફરિયાદના આધારે મંડળી સાથે સંકળાયેલા ધર્મેશભાઈ છનાભાઈ પટેલ સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 32 ખેડૂતોની વિગતો મેળવી POS મશીનથી ખોટા બિલ બનાવ્યાનો આરોપ પોલીસ ફરિયાદ મુજબ ઘેજ ગામના નાના ફળિયામાં રહેતા ધર્મેશભાઈ પટેલે વિસ્તારના આશરે 32 ખેડૂતોના અંગૂઠાના નિશાન અને ઓળખની વિગતો મેળવી તેનો કથિત ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. આ વિગતોના આધારે POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન મારફતે ખેડૂતોના નામે સબસિડીયુક્ત રાસાયણિક ખાતરના ખોટા અને બનાવટી બિલો જનરેટ કરવામાં આવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. સરકારી ચોપડે થયેલી આ દસ્તાવેજી હેરાફેરીમાં કુલ 1264 રાસાયણિક ખાતરની બેગના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા, જેની કિંમત રૂ.7,20,842 હોવાનું સામે આવ્યું છે. 1680 નીમ કોટેડ યુરિયા બેગના બિલ જ નહીં બનાવ્યાનો આક્ષેપ POS મશીનના રેકોર્ડ અને વાસ્તવિક બિલ બુકની ચકાસણી દરમિયાન વધુ એક ગેરરીતિ સામે આવી હતી. તપાસમાં 1680 નીમ કોટેડ યુરિયા ખાતરની બેગના બિલ બનાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ખાતરની કિંમત રૂ.5,27,670 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આમ, ખોટા બિલ અને બિલ વિના ખાતરની હેરાફેરી સહિત કુલ રૂ.12,48,512ની આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. ખેતી અધિકારીની ફરિયાદ બાદ ચીખલી પોલીસે તપાસ શરૂ કરી સમગ્ર મામલે ખેતી અધિકારી ચંદુભાઈ ગાંગોડાએ તપાસ હાથ ધર્યા બાદ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી ધર્મેશભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ ખાતર વિતરણમાં વધુ ગેરરીતિ થઈ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મામલો સામે આવ્યા બાદ ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઓઢવમાંથી બ્રાન્ડના નામે નકલી વાયર બનાવતું કારખાનું ઝડપાયું:શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં વાયર બનાવી પોલીકેબ અને ફિનોલેક્સ કંપનીનું પ્રિન્ટિંગ કરાતું, રૂ. 40.62 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
    Next Article
    GST Council Defers Two Key ITC Proposals; Takes Up UPI MDR Rate Cut

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment