Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી:અલનીનોના કારણે આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા, 40.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

    19 hours ago

    ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં આખા રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ, આ વર્ષે 15 જૂન વિતી ગયા બાદ પણ હજી ચોમાસાનું આગમન થયું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વાનુંમાન નથી. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે ચોમાસું બેસવા માટે હજી રાહ જોવી પડી શકે છે. ચોમાસું મોડું પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ અલનીનોના કારણે પણ ચોમાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. અલનીનોના કારણે IMD દ્વારા સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય કરતા સારું રહેતું આવ્યું છે. ગરમીની વાત કરીએ તો, આજે 40.6 ડિગ્રી સાથે અમદાવાદ શહેર સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું બેસશે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તો ચોમાસું આખા ગુજરાતને કવર કરી લેતું હોય છે. પરંતુ, 15 જૂન વિતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગના મતે આગામી ચાર પાંચ દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડા અને બિહારમાં આગળ વધશે. મહારાષ્ટ્ર સંપુર્ણ કવર થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. જો કે તે ક્યાં સુધીમાં પહોંચશે તેનું કોઈ પૂર્વાનુમાન કરાયું નથી. 2025માં 16મી જૂને સત્તાવાર ચોમાસું બેસી ગયું હતું હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું. અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા આ વર્ષે અલનીનોના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. IMD દ્વારા જાહેર કરાયાલે લોંગ રેન્જ પૂર્વાનુમાનમાં અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે, પરંતુ ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે. હાલમાં મોન્સૂન તેલંગાણાના ભદ્રાચલમમાં 6 દિવસથી અટકેલું છે. જ્યાં સુધી તે આગળ નહીં વધે, ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં આ તરફથી દસ્તક નહીં આપે. બીજી તરફ મોન્સૂન અરબી સમુદ્રથી આગળ વધ્યું નથી. અહીં 8 જૂનથી અટકેલું છે. હવામાન મોડેલો સંકેત આપી રહ્યા છે કે આ સપ્તાહના અંત સુધીમાં વરસાદની ગતિવિધિઓમાં સુધારો શક્ય છે. જેટ સ્ટ્રીમની વર્તમાન પેટર્ન નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી 4થી 5 દિવસમાં મોન્સૂનના મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં આગળ વધવા માટેની પરિસ્થિતિઓ બની શકે છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં આગમન થશે. અમદાવાદમાં વાદળછાયું વાતારવણ રહેશે, અસહ્ય ઉકળાટ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, શહેરમાં હજુ પણ ગરમીથી બહુ મોટી રાહત મળે તેમ નથી. અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +0.9 ડિગ્રી વધુ હતું. તો લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે. આગામી 7 દિવસની આગાહી, કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ? ચોમાસાની સ્થિતિ, મહારાષ્ટ્ર તરફ આગળ વધવા સાનુકૂળ સંજોગો નૈઋત્યનું ચોમાસું હાલમાં આગળ વધી રહ્યું છે અને તેની સીમા હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહાર તરફ આગળ વધવા માટે પરિસ્થિતિઓ એકદમ સાનુકૂળ છે. હાલ ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી સમયમાં ચોમાસાના આગમન માટે પાયો તૈયાર કરશે. આ પણ વાંચો… અરબી સમુદ્રમાં 8, તેલંગાણામાં 6 દિવસથી અટક્યું ચોમાસું, MPમાં 5 દિવસ પછી એન્ટ્રી શક્ય, ત્યારે જ છત્તીસગઢ-મહારાષ્ટ્રમાં આગળ વધશે દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે, પરંતુ ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે. મોન્સૂન તેલંગાણાના ભદ્રાચલમમાં 6 દિવસથી અટકેલું છે. જ્યાં સુધી તે આગળ નહીં વધે, ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં આ તરફથી દસ્તક નહીં આપે. બીજી તરફ મોન્સૂન અરબી સમુદ્રથી આગળ વધ્યું નથી. અહીં 8 જૂનથી અટકેલું છે. વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઈઝેશનની હાઈડ્રો મેટ્રી ટીમના સભ્ય ડો. પંકજ કુમારના મતે મધ્ય પ્રદેશમાં મોન્સૂનની એન્ટ્રી 5 દિવસમાં અથવા તે પછી જ થઈ શકે છે. હવામાન મોડેલો સંકેત આપી રહ્યા છે કે આ સપ્તાહના અંત સુધીમાં વરસાદની ગતિવિધિઓમાં સુધારો શક્ય છે. જેટ સ્ટ્રીમની વર્તમાન પેટર્ન નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી 4-5 દિવસમાં મોન્સૂનના મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં આગળ વધવા માટેની પરિસ્થિતિઓ બની શકે છે. જેટ સ્ટ્રીમ વાતાવરણના ઉપલા સ્તરોમાં વહેતા અત્યંત તેજ પવનો છે. આ સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી લગભગ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ હોય છે. આ મોન્સૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભને પ્રભાવિત કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    'સંચિતાને ટોર્ચર કરવામાં આવી રહી હતી':'પૈસાના કારણે પ્રેશરમાં રહેતી, ડિપ્રેશનમાં હતી; અડધો કલાક જ સાથે નહોતા ને આવું પગલું ભર્યું': એક્ટ્રેસના પિતાની વ્યથા
    Next Article
    લીઓ ક્લબ પાટણના પ્રમુખ તરીકે ચિરાગ પ્રજાપતિ:સુવિપ્ર ઠક્કર મંત્રી, પાર્થ દેસાઇ ખજાનચી તરીકે નિમણૂક કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment