Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈ ડ્રિમ વેલનેશ સ્પામાંથી ફરી વખત કુટણખાનું ઝડપાયું:સંચાલકો બહારના રાજ્યોમાંથી લલનાઓ બોલાવી મસાજના નામે દેહવ્યાપાર કરાવતા, ગ્રાહકો પાસે રૂ.4000 લઇ રૂ.2000 પોતે રાખતા

    2 weeks ago

    રાજકોટ શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધાનો અતિરેકે હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે શહેરના માલવિયા ચોક સ્થિત પ્રમુખ સ્વામી આર્કેડમાં ચાલતા હાઈ ડ્રિમ વેલનેશ સ્પામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી કુટણખાનું ઝડપી પાડી ટેલિકોલરની ધરપકડ કરી બે સંચાલકોની શોધખોળ હાથ ધરી છે. જયારે રેડ દરમિયાન મળી આવેલ આઠ જેટલી રૂપલલનાને મુક્ત કરાવવામાં આવી છે. આ સ્પા લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત હોવાનું અને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્લી અને પશ્વિમબંગાળની લલના પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજથી 10 મહિના પહેલા પણ આ જ જગ્યાએ પોલીસે દરોડો પાડી ઓક્ટોબર 2025માં કુટણખાનું ઝડપી પાડ્યું હતું. રાજકોટ શહેરમાં માલવીયા ચોક પાસે પ્રમુખ આર્કેડમાં બીજા માળ પર આવેલ હાઇ ડ્રિમ વેલનેશ સ્પાની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી અને બોડી મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે અને આર્થીક લાભ મેળવતા હોવાની બાતમી મળતાં એ.એચ.ટી.યુ. ટીમના પીઆઇ બી.બી.જાડેજાની ટિમ દ્વારા ડમી ગ્રાહકને સાથે રાખી સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખૂલતાં પોલીસની ટીમે સ્પા માલીક પ્રદિપ ચાવડા, મુકેશ વાઘેલા અને રિસેપનિસ્ટ મહિલા વિરુધ્ધ ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી ફરાર સંચાલકો પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેડ દરમિયાન મહિલા પાસેથી રોકડ રકમ, 2 મોબાઈલ સહિત 14,600નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી સ્પામાંથી મળી આવેલ અલગ અલગ રાજ્યોની 8 મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સ્પા સંચાલકો ગ્રાહક પાસેથી સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ.1000 લેવામાં આવતા હતા. જયારે ભોગ બનનાર ગ્રાહકો પાસેથી શરીર સંબંધ (એક્સ્ટ્રા સર્વીસ) માટે રૂ.3000 સુધી લેતા અને તેમાંથી સ્પા સંચાલકને 1 હજાર રૂપિયા પરત આપી 2000 રૂપિયા લલનાઓ રાખતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્પા લગભગ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત છે અને આ જ સ્પામાં ગત ઓક્ટોબર 2025 દરમિયાન પણ પોલીસ દ્વારા રેડ કરી કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે દ્વારકાના સંચાલક જેન્તી વાઘેલા અને કર્મચારી પરિથીવી રામ સીંગની અટકાયત કરી હતી અને ત્યારે પણ 8 લલનાઓને મુક્ત કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં અખાદ્ય ખોરાક સામે મનપાનું મહાઅભિયાન:વરાછામાં બાળકીના મોત અને ડુમસના ભજીયામાં મકોડો નીકળતાં તંત્ર એક્શન મોડમાં, તમામ ઝોનમાં સઘન દરોડા
    Next Article
    વડોદરા મનપાના રિપોર્ટમાં 19 નમૂના સબસ્ટાન્ડર્ડ:માવો, ગોળ, આઇસક્રીમ સહિતની ચીજવસ્તુ ખાવાલાયક નહીં; નિમ્ન કક્ષાનો ખોરાક વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment