Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં અખાદ્ય ખોરાક સામે મનપાનું મહાઅભિયાન:વરાછામાં બાળકીના મોત અને ડુમસના ભજીયામાં મકોડો નીકળતાં તંત્ર એક્શન મોડમાં, તમામ ઝોનમાં સઘન દરોડા

    2 weeks ago

    સુરતના વરાછા વિસ્તારમાં શીતલ રેસ્ટોરન્ટના ખોરાકથી ફૂડ પોઇઝનિંગ થતાં 4 વર્ષની બાળકીનું મોત અને ડુમસ સ્થિત 'પંચવટી ભજીયા કોર્નર'ના ટમેટાના ભજીયામાંથી મકોડો નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાનું ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલી હોટેલો, રેસ્ટોરન્ટો અને ઢાબાઓ પર દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જ દિવસમાં 141 હોટેલ/રેસ્ટોરન્ટ અને 96 ઢાબા સહિત કુલ 237 એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 503.29 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 105 સંસ્થાઓને નોટિસ આપી કુલ ₹5,16,700 નો દંડ વસૂલાયો છે. જ્યારે 2 ફોર્મલ અને 40 ઇનફોર્મલ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલાયા છે. ઝોન વાઇઝ મુખ્ય દંડ અને કાર્યવાહી મહાઅભિયાન દરમિયાન તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 6044.19 કિલો (આશરે 6 ટન) બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે, ₹33.82 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે અને ગંભીર ક્ષતિઓ દાખવનારા 82 એકમોને સીલ મારી બંધ કરાવી દેવાયા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ટાઈટન-54 ફ્લેટ વિવાદમાં બિલ્ડરને ઝટકો:80.55 લાખ વસૂલ્યા પછી સાટાખત રદ કરાવવા ગયેલા ડેવલોપર્સ સામે કોર્ટે ફરમાવ્યો સ્ટે
    Next Article
    હાઈ ડ્રિમ વેલનેશ સ્પામાંથી ફરી વખત કુટણખાનું ઝડપાયું:સંચાલકો બહારના રાજ્યોમાંથી લલનાઓ બોલાવી મસાજના નામે દેહવ્યાપાર કરાવતા, ગ્રાહકો પાસે રૂ.4000 લઇ રૂ.2000 પોતે રાખતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment