Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરના 400થી વધુ CAની હાજરીમાં WIRCની સબ-રીજનલ કોન્ફરન્સ:‘અંતરા’ થીમ હેઠળ ટેક્સ, AI અને ઈન્ફ્લુએન્સર્સના ટેક્સેશન સ્ટ્રક્ચરને લઈને ખાસ ચર્ચા થઈ,

    6 hours ago

    વડોદરામાં ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ (WIRC) દ્વારા બે દિવસીય સબ-રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની 13 બ્રાન્ચીસના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ગુજરાત સહિત વેસ્ટર્ન રીજનના 28 શહેરોમાંથી 400થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા છે. ‘અંતરા’ થીમ હેઠળ ઈનકમ ટેક્સ, GST, AI, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનું ટેક્સેશન, બ્રાન્ડિંગ અને ચેરિટેબલ ટ્રસ્ટ જેવા મહત્વના તથા ભવિષ્યલક્ષી વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી રહી છે. CA વડોદરા બ્રાન્ચના ચેરમેન CA પ્રશાંત કોટેચાએ જણાવ્યું હતું કે, આજે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ (WIRC) દ્વારા સબ-રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે વેસ્ટર્ન રીજન (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા)માં આવી 3 સબ-રીજનલ કોન્ફરન્સ થાય છે, જેમાં આ વર્ષે ગુજરાતની આ કોન્ફરન્સ વડોદરા બ્રાન્ચ હોસ્ટ કરી રહી છે. આ પ્રોગ્રામમાં ગુજરાતની તમામ 13 બ્રાન્ચીસ જોઈન્ટલી હોસ્ટ તરીકે જોડાયેલી છે. આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાત અને વેસ્ટર્ન રીજનના 28 શહેરોમાંથી 400થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહભાગી થયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતની થીમ 'અંતરા' છે, જે હાલની પરિસ્થિતિમાં થઈ રહેલા બદલાવો અને ટ્રાન્ઝિશનમાં નવી તકો કેવી રીતે ઊભી કરવી તેના પર આધારિત છે. આ બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન ઈનકમ ટેક્સ, જીએસટી, એઆઈ (AI), ઈન્ફ્લુએન્સર્સનું ટેક્સેશન અને બ્રાન્ડિંગ જેવા ભવિષ્યલક્ષી અને મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. તેઓએ ઉમેર્યું હતું કે, વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ (WIRC)ના ચેરમેન CA સૌરભ અજમેરાએ જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ વ્યૂહાત્મક પ્રોગ્રામ છે, જેમાં સમગ્ર ગુજરાત ઉત્સાહભેર ભાગ લઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં અમે અત્યંત મહત્વના અને ભવિષ્યલક્ષી વિષયો રાખ્યા છે, જેમ કે નવો ઈનકમ ટેક્સ એક્ટ અને GSTમાં આવેલ એપલેટ ટ્રિબ્યુનલ. આ સેશન્સ દ્વારા CA કેવી રીતે ઉત્કૃષ્ટ કાર્ય કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ અને ઈન્ફ્લુએન્સર્સની ભૂમિકા ખૂબ વધી ગઈ છે. તેમની આવકના સ્ત્રોત પણ અલગ-અલગ હોય છે. તેથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના ટેક્સેશન સ્ટ્રક્ચર પર કેસ-સ્ટડી આધારિત લર્નિંગ સેશન્સ રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય સીએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની બ્રાન્ડિંગ અને નવી તકો ઊભી કરી શકે. સાથે જ દેશસેવા અને સમાજસેવા સાથે જોડાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ્સ માટે પણ વિશેષ સેશન રાખેલ છે. 400થી વધુ સીએની ઉપસ્થિતિમાં આ ભવ્ય કોન્ફરન્સ વડોદરામાં સફળતાપૂર્વક યોજાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરાના નિર્મળનગર આવાસ ગમે તે ક્ષણે ધરાશયી થવાની ભીતિ:સુરતને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મીઓના 200 પરિવારોનો જીવ તાળવે ચોંટ્યો
    Next Article
    પાટણના પ્રેરણા મંદિર સંકુલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી ગોકુળ સુધીની ઝાંખી રજૂ કરી, મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment