Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના પ્રેરણા મંદિર સંકુલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી ગોકુળ સુધીની ઝાંખી રજૂ કરી, મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

    6 hours ago

    પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં 2 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કમ્પાઉન્ડમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગોકુળ અને મથુરા સુધીની પરંપરાગત ઝાંખીઓ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, મટકી ફોડ કાર્યક્રમ અને વિવિધ નાટકો તથા ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રેરણા બાલમંદિર, પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા અને શ્રી એન.બી. પટેલ પ્રેરણા મંદિર માધ્યમિક શાળાના જુનિયર કેજીથી ધોરણ 10 સુધીના લગભગ 500 વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ, શાળાના સંચાલક કમલબા ઇશાનસિંહ દેવડા, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારી હતી. સવારે 9:30 થી બપોરે 3:00 વાગ્યા સુધી બાલમંદિરથી ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને કૃષ્ણ ભજનો પર અભિનય ગીતો અને રાસ રજૂ કર્યા હતા. આ સમગ્ર આયોજન શાળાના સંચાલક કમલબા ઇશાંતસિંહજી દેવડા અને સ્ટાફ પરિવારે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના 400થી વધુ CAની હાજરીમાં WIRCની સબ-રીજનલ કોન્ફરન્સ:‘અંતરા’ થીમ હેઠળ ટેક્સ, AI અને ઈન્ફ્લુએન્સર્સના ટેક્સેશન સ્ટ્રક્ચરને લઈને ખાસ ચર્ચા થઈ,
    Next Article
    बिजनौर में रावली बंधे को लेकर फिर गरमाई राजनीति, भारतेंद्र सिंह ने 150 करोड़ पर उठाया सवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment