Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ ડેપ્યુટી મેયરની બાઈક સળગાવનાર ઝડપાયો:40 લાખની લોન ન મળતા અદાવત રાખી આગ લગાડી, CCTV ફૂટેજથી ગણતરીના કલાકોમાં પકડાયો

    7 hours ago

    જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર તપનભાઈ પરમારની મોટરસાઇકલ સળગાવી દેવાઈ. લોન વિવાદમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. તપનભાઈના કહેવા મુજબ, મેહુલ ડોલરભાઈ પરમારે તેમની પાસે સતવારા સમાજમાંથી 40 લાખ રૂપિયાની લોન માગી હતી. તપનભાઈએ સમાજ આવી લોન ન આપતો હોવાનું કહી ના પાડતા તે સતત હેરાન કરતો અને ધમકીઓ આપતો હતો. 15 ઓક્ટોબરે વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ મેહુલ પરમારે બજરંગ ચોકમાં પાર્ક કરેલી તપનભાઈની મોટરસાઇકલને આગ ચાંપી દીધી. આ આગથી બાઈકને આશરે 15,000 રૂપિયાનું નુકસાન થયું હતું. તપનભાઈની ફરિયાદ બાદ સિટી બી ડિવિઝન પોલીસે મેહુલ ડોલરભાઈ પરમારને ઝડપી લીધો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 326(F), 324(2) અને 351(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાઉદી અરેબિયામાં ફસાયેલા ઉમરાહ યાત્રિકો હેમખેમ પરત ફર્યા:સુરેન્દ્રનગરના યાત્રિકો મક્કાથી મસ્કત થઈ મુંબઈ પહોંચ્યા, પુત્રએ ભારત સરકારનો આભાર માન્યો
    Next Article
    Parvinder Singh Jhota Case: Mansa Hospita के बाहर Amritpal के समर्थन में क्यों उतर गए लोग? Punjab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment