Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના બદલે તલવાર ત્રિશૂળ આપી ભવિષ્ય સાથે ચેડા:દેશના શિક્ષણમંત્રીને સરકારમાંથી કાઢી મૂકવા જોઈએ, કોંગ્રેસના પૂર્વમંત્રી ભરતસિંહ સોલંકીના ભાજપ સરકાર પર પ્રહાર

    2 days ago

    દેશમાં NEETના પેપર લીક થવાના મામલે વડોદરા ખાતે કોંગ્રેસના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેઓએ દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા નહીં પરંતુ તેઓને સરકારમાંથી કાઢી મૂકવા જોઈએ તેવી માંગ કરી હતી. તેઓએ વર્તમાન સરકાર વિદ્યાર્થીઓમાં ભાવિ સાથે ચેડા કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. 89 પેપર લીક થયા અને 48 પરીક્ષા પાછી લેવાઈ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 89 પેપર લીક થયા છે અને 48 પરીક્ષા પાછી લેવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, બાળકોના શિક્ષણ માટે કોંગ્રેસ સરકારે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવ્યો હતો. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે આશય હતો પરંતુ વર્તમાન સરકારે તો શિક્ષણને વેપાર અને ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે. સરકાર વિધાર્થીઓમાં ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. વિદ્યાર્થીઓને વળતર આપવું જોઈએ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મસમોટી રકમ લેવામાં આવે છે ત્યારે સરકારે પેપર લીક થતા વિધાર્થીઓને વળતર આપવું જોઈએ. વારંવાર પેપર લીક થતા વચેટિયાઓ અને ભાજપના દલાલો પૈસા ખાઈ જાય છે. યુવાનોનું શિક્ષણ અને ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે અને સરકાર ધૃતરાષ્ટ્ર બની ગઈ છે. સરકાર જીએસટીના કરોડો રૂપિયા લેતી હોય તો આવા કિસ્સામાં વિદ્યાર્થીઓને વળતર આપવું જોઈએ. સરકાર જો રિઝર્વ બેંકમાંથી પૈસા લઈને અદાણી અંબાણી ને આપી શકતા હોય તો વિધાર્થીઓને પણ વળતર આપવું જોઈએ. વિદ્યાર્થીઓને ટેક્નોલોજી શીખવવાના બદલે ત્રિશૂળ-તલવાર અપાય છે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ચીન ભારતથી આગળ છે તેનું કારણ એ છે કે તેઓને ટેક્નોલોજીનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ ભારતમાં વિધાર્થીઓને ટેક્નોલોજી શીખવવાના બદલે ત્રિશૂળ અને તલવાર આપી ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેના કારણે દેશ ચીનથી પાછળ છે. તેઓએ રામ મંદિરમાં દાનપેટીની ચોરી અંગે કહ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચારને જ છાવરી રહી છે. દેશમાં 18 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષા રદ થતાં કેટલાય વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. વડોદરામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરમાં આ પરીક્ષા રદ થયા બાદ 18 અને ગુજરાતમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. સરકાર નિષ્ઠુર થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરનો ચઢાવો ગણનારા 40 કર્મચારીઓ હટાવાયા:CCTVની સંખ્યા વધારી, ધર્મ સેના અધ્યક્ષે મોદીને લેટર લખ્યો; ટ્રસ્ટ ભંગ કરવાની માંગ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સુરતમાં પહેલા જ વરસાદમાં રસ્તાની પોલ ખુલ્લી, નાસીરનગરના અસરગ્રસ્તોના આંસુ વહ્યા; દુષ્કર્મી ભુવાએ 120ની સ્પીડે કાર દોડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment