Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર:ભાવનગરમાં બે-ત્રણ દિવસથી સરેરાશ 40 ડીગ્રી આસપાસ રહેતા ગરમીમાં લોકો અકળાયા, 30 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ

    10 hours ago

    ભાવનગરમાં સપ્તાહના પ્રારંભથી જ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે ભાવનગરમાં સતત બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો સરેરાશ 40 ડીગ્રી આસપાસ ઉપર રહેતા લોકો ગરમીથી અકળાયા હતા, ત્યારે આજે સતત બીજા દિવસે 40.4 ડીગ્રીએ તાપમાનનો પારો પહોંચતા આભ માંથી અંગારા વરસ્યા હતા, ગરમીની સાથોસાથ 30 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ભાવનગરમાં સપ્તાહના પ્રારંભ સાથે જ ગરમીનો પારો 39.7 ડિગ્રીએ પહોંચી ગયો હતો, બીજા દિવસે પણ તાપમાનનો પારો 40 ડિગ્રી, ત્રીજા દિવસે પણ તાપમાનનો પારો 40.4 ડિગ્રીએ પહોંચતા આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવા અહેસાસ થયો હતો ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા પાંચ દિવસનું તાપમાન નો પારો તા.26 એપ્રિલ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.27 એપ્રિલ ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.28 એપ્રિલ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 40 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.29 એપ્રિલ ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.30 એપ્રિલ ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    સંજય કપૂરની ₹30,000 કરોડની સંપત્તિ વેચવા પર પ્રતિબંધ:વસિયતનામામાં ઠગાઈનો કરિશ્માના બાળકોનો આરોપ; પ્રિયા સચદેવ સામે દિલ્હી હાઇકોર્ટનું આકરું વલણ
    Next Article
    ગુજરાત હાઈકોર્ટની 16 વર્ષીય સગીરાના 22 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આદેશ કર્યો, સગીરાની મંજૂરી બાદ જ એબોર્શન કરવા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment