Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઈકોર્ટની 16 વર્ષીય સગીરાના 22 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આદેશ કર્યો, સગીરાની મંજૂરી બાદ જ એબોર્શન કરવા કહ્યું

    11 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી 16 વર્ષીય દુષ્કર્મ પીડિતા સગીરાના 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં આરોપી સામે વટવા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે. હાઇકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે મેડિકલ રિપોર્ટને આધારે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી જેનો રિપોર્ટ આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ ગર્ભપાતના રહેલા સામાન્ય જોખમો સિવાય ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે મેડિકલ રિપોર્ટને આધારે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી છે. તેના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવા આદેશ આપ્યા છે. ગર્ભપાત કરતા પહેલા સગીરાની મંજૂરી લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જો બાળક જેવી જન્મે તો તેને સંપૂર્ણ કાળજી રાખવાની નિર્દેશ અપાયો છે. જામનગરની 16 વર્ષીય સગીરાની પણ ગર્ભપાત માટે અરજી જો સગીરા બાળકને રાખવામાં ન માંગતી હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગરથી પણ 17 વર્ષ અને 7 મહિનાની સગીરાના 24 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી આવી છે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે જામનગરની સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપીને 4 મે સુધીમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સતત બીજા દિવસે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર:ભાવનગરમાં બે-ત્રણ દિવસથી સરેરાશ 40 ડીગ્રી આસપાસ રહેતા ગરમીમાં લોકો અકળાયા, 30 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ
    Next Article
    'અલ્પેશ ચાવડા ભ્રષ્ટાચારનું હબ છે':જૂનાગઢમાં ગટરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ભાજપના કોર્પોરેટરનો ACB તપાસની માંગ સાથે કોન્ટ્રાક્ટર દ્વારા જીવલેણ હુમલાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment