Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:ગરમીમાં 40 ડિગ્રી તાપમાનમાં 30 મિનિટમાં જ શરીરમાં પાણી ઘટવા લાગે છે, લો બીપીનો ખતરો , લૂ લાગી શકે છે

    3 days ago

    સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વધતા જતા તાપમાનની સાથે હવે લૂ લાગવા (Heat Stroke) અને અચાનક બ્લડ પ્રેશર લો થવાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આકરી ગરમીમાં સામાન્ય બેદરકારી પણ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. ડો. ધ્રૂપલ સુથારના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય છે, ત્યારે માનવ શરીર પર તેની અસર ખૂબ ઝડપથી થાય છે. જો કોઈ વ્યક્તિ સીધા સૂર્યપ્રકાશમાં 60 મિનિટ સુધી સતત રહે છે, તો તેના શરીરમાં ડિહાઈડ્રેશન શરૂ થાય છે. ખાસ કરીને બપોરે 12 થી 4 ના સમયગાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી શરીરમાંથી પાણી અને ક્ષારો ઝડપથી ઓછાં થાય છે, જેના કારણે બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે. મહિલાઓ અને વૃદ્ધોની શારીરિક ક્ષમતા ઓછી હોવાથી તેમને માત્ર 30 મિનિટનો તડકો પણ બીમાર કરી શકે છે. લૂ લાગવાના મુખ્ય લક્ષણોમાં માથાનો અસહ્ય દુખાવો, ચક્કર આવવા, ઉબકા અને અતિશય નબળાઈનો સમાવેશ થાય છે. એક્સપર્ટ વ્યૂ‎ - બીપી લો અને ગરમીથી બચવા શું કરવું‎ પ્રવાહીનું સેવન: તરસ ન લાગી હોય તો પણ દર કલાકે પાણી, લીંબુ શરબત, મોળી છાશ અથવા ORSનું સેવન કરતા રહેવું. પહેરવેશ: બહાર નીકળતી વખતે હંમેશા સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથું ટોપી કે રૂમાલથી ઢાંકી રાખવું. સમયનું ધ્યાન: બપોરે 12 થી 4 વાગ્યા સુધીના પીક અવર્સમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. તાત્કાલિક સારવાર: જો કોઈને ચક્કર આવે તો તેને તુરંત છાંયડામાં બેસાડી શરીર પર ઠંડુ પાણી રેડવું અને પગ ઊંચા રાખવા જેથી બ્લડ સર્ક્યુલેશન જળવાય.
    Click here to Read More
    Previous Article
    વૈકલ્પિક વ્યવસ્થા કરો‎:નર્મદા નહેરમાં રિપેરિંગને લઈ 21 મે સુધી પાણી બંધ કરાતા રાધનપુર-સાંતલપુરના 121 ગામોમાં પાણીનું સંકટ સર્જાશે
    Next Article
    પરિણામમાં 7 ક્રમે:પાટણમાં ગામડાઓએ સામાન્ય પ્રવાહમાં પાટણ શહેરને પછાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment