Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈકલ્પિક વ્યવસ્થા કરો‎:નર્મદા નહેરમાં રિપેરિંગને લઈ 21 મે સુધી પાણી બંધ કરાતા રાધનપુર-સાંતલપુરના 121 ગામોમાં પાણીનું સંકટ સર્જાશે

    11 hours ago

    ઉનાળાના પ્રારંભે જ સરહદી સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગામોમાં પાણીની પોકાર પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં સાંકળ નંબર 424.162 થી 498.318 કિલોમીટરની વચ્ચે તાકીદની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને પગલે આગામી 21 મે સુધી નહેરમાં પાણીનો પ્રવાહ પ્રભાવિત થશે, જેની સીધી અસર રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા યોજનાઓ પર પડવાની છે. નહેરમાં મરામતના કારણે રાણપુર સ્થિત એચ.આર. (HR) પર પાણીનું સ્તર ઘટશે, જેને લીધે રાણકપુર ઈન્ટેકવેલ દ્વારા લેવામાં આવતા પાણીના જથ્થામાં મોટો ઘટાડો નોંધાશે. આ ટેકનિકલ અવરોધને કારણે સાંતલપુર અને રાધનપુર તાલુકાના તમામ 121 ગામો અને રાધનપુર શહેર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાશે. ઉલ્લેખનીય છે કે, ભરઉનાળે તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે ત્યારે સતત ત્રણ અઠવાડિયા સુધી પાણીનો પુરવઠો ખોરવાતા જનજીવન પ્રભાવિત થશે. પશુપાલકો અને ગૃહિણીઓ માટે આ સ્થિતિ પડકારજનક બની શકે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ નાગરિકોને પણ પાણીનો સંગ્રહ કરવા અને તેનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. જો સ્થિતિ વધુ વણસશે તો આગામી દિવસોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાની નોબત આવી શકે છે. તંત્રએ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે : સરપંચ‎ સતત 21 દિવસ સુધી પાણીનો કાપ એ ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ મોટો સમયગાળો છે. અત્યારે લગ્નસરાની સીઝન છે અને સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. જો નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળે તો સાંતલપુરના સરહદી ગામડાઓમાં પીવાના પાણી માટે હાહાકાર મચી જશે. તંત્રએ માત્ર કરકસરની અપીલ કરવાને બદલે પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કરોની વૈકલ્પિક વ્યવસ્થા અગાઉથી જ કરી રાખવી જોઈએ. — ઇમરાન ખાન, સરપંચ, વારાહી
    Click here to Read More
    Previous Article
    જમવાનું બનાવવામાં મોડું થતા પતિએ ધમકી આપી‎:સિદ્ધપુરમાં પરિણીતાને સાસરિયાંએ રૂ. 5 લાખની માંગણી કરી ઘરેથી કાઢી મૂકી
    Next Article
    ભાસ્કર વિશેષ‎:ગરમીમાં 40 ડિગ્રી તાપમાનમાં 30 મિનિટમાં જ શરીરમાં પાણી ઘટવા લાગે છે, લો બીપીનો ખતરો , લૂ લાગી શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment