Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટ:મનપા દ્વારા 40 દિવસમાં ચોથો પાણીકાપ, તંત્રની સફાઈ કામગીરીને લીધે પાંચ વોર્ડના લાખો લોકો બુધવારે પાણી વિના ટળવળશે

    2 days ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં આગામી 11 માર્ચ બુધવારના રોજ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનપાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે શહેરના 5 વોર્ડના લાખો નાગરિકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડશે. ખાસ કરીને છેલ્લા માત્ર 40 દિવસમાં આ ચોથો પાણીકાપ હોવાથી લોકોમાં તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યા અનુસાર, ઈસ્ટ ઝોનમાં આવેલા વિનોદનગર પમ્પિંગ સ્ટેશન ખાતે હેડર લાઈન બદલવાની અત્યંત આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત, GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) ની સફાઈની કામગીરી પણ સાથે જ કરવામાં આવશે. બીજી તરફ, સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન પર પણ GSR સફાઈ અને ભાદર ઇનકમિંગ પાઇપલાઇનમાં નવા વાલ્વ મુકવાની કામગીરી કરવાની હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. આ જાળવણીના કામોને લીધે બુધવારે વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18 ના અમુક હિસ્સાઓમાં નળમાં પાણી આવશે નહીં. વોર્ડ નંબર મુજબ અસરગ્રસ્ત વિસ્તારોની વિગત વોર્ડ નં. 18 (વિનોદનગર હેડવર્કસ હેઠળના વિસ્તારો): રાધાક્રુષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદ્નગર, ભવનાથપાર્ક-1, ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યું સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરુક્રુપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક, બાલાજીપાર્ક (સુચિત), ધરમનગર (સુચિત) અને લક્ષ્મણપાર્ક. વોર્ડ નં. 17 (પાર્ટ-1): બાબરીયા કોલોની, અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર ABC, આશાપુરા નગર, કોઠારિયા રોડ, જમના નગર, હકરીઘવા રોડ, કિરણ સોસાયટી, સુભાષ નગર 6, નહેરુનગર, જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર, વિક્રાંતિ નગર, હુડકો-A અને B તેમજ મોરારીનગર. વોર્ડ નં. 13 (ગુરુકુળ હેડવર્કસ હેઠળના વિસ્તારો): નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી અને ટપુભવાન પ્લોટ. વોર્ડ નં. 7: ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા તેની આસપાસના વિગેરે વિસ્તારો. વોર્ડ નં. 14: વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર અને અમૃત પાર્ક. વોર્ડ નં. 17 (પાર્ટ-2): નારાયણ નગર ભાગ-1, 2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1, 2, 3, હસનવાડી ભાગ-1, 2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1, 2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી અને આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. રાજકોટમાં ઉનાળાનો પ્રારંભ થતા પાણીની જરૂરિયાત વધી છે, તેવા સમયે જ મહાનગરપાલિકા દ્વારા મેન્ટેનન્સ અને GSR સફાઈના નામે વારંવાર પાણીકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. છેલ્લા માત્ર 40 દિવસમાં આ ચોથો કાપ હોવાથી ગૃહિણીઓ અને શ્રમજીવી પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વખતે તંત્ર દ્વારા સફાઈ અને મેન્ટેનન્સનું એકસરખું કારણ રજૂ કરવામાં આવે છે, પરંતુ આયોજનના અભાવે વારંવાર આવતા કાપને લઈ ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. હાલ જ્યારે પારો ઉપર ચડી રહ્યો છે અને પાણીની જરૂરિયાત વધી છે, ત્યારે જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી આ લાંબી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક:CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે
    Next Article
    ગુજરાતની 71 નગરપાલિકામાં સરકારના વહિવટદાર નિયુક્ત:ચૂંટણી સુધી મામલતદાર-પ્રાંત અધિકારીઓ સંભાળશે વહીવટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment