Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારના રોડ નિયમોના આધારે પાલિકાએ કરેલો સર્વે:નવો સાતવલ્લા બ્રિજ બનતાં રોજ 40 હજાર વાહનોનું 18 કરોડનું ઈંધણ બચશે

    2 days ago

    22 માર્ચે ખુલ્લા મુકાયેલા સચિનના સાતવલ્લા રેલવે બ્રિજની ઉપયોગિતા પર પાલિકાએ ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના સ્ટાન્ડર્ડ મુજબ વિશ્લેષણ કર્યું હતું, જેમાં પરિણામ આવ્યું હતું કે, નો બ્રિજ બનવાને કારણે રોજ 40 હજાર વાહનોનું 18 કરોડનું ઈંધણ બચશે. પાલિકાએ જણાવ્યું કે, સર્વે દરમ્યાન રોજ સરેરાશ 40 હજારથી વધુ વાહનો પસાર થતા હોવાનું નોંધાયું છે. જો કે, બ્રિજના નિર્માણ પહેલાં પિકઅવર્સમાં જૂના સિંગલ લાઇન બ્રિજ પર સતત ટ્રાફિકજામ સર્જાતો હતો. જેથી ગંતવ્ય સ્થળે પહોંચવામાં વિલંબ થવા ઉપરાંત ઇંધણનો મોટો વ્યય થઈ રહ્યો હતો. મુસાફરોનો કીમતી સમય બગડવાની સાથે વાહન ચલાવવાનો ખર્ચ વધી જતો હતો. ગત 22મી માર્ચે નવા બ્રિજના લોકાર્પણની સાથે આ તમામ સમસ્યાઓનો અંત આવ્યો છે. પ્રતિ વાહનચાલક સરેરાશ 5થી 7 મિનિટની બચત રિપોર્ટના વિગતવાર વિશ્લેષણ મુજબ, નવો બ્રિજ બન્યા બાદ પ્રતિ વાહન ચાલક સરેરાશ 5થી 7 મિનિટનો સમય બચી રહ્યો છે. ઇંધણ અને મેઇન્ટેનન્સના ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે સમય અને ઇંધણની બચતની ગણતરી મુજબ વાર્ષિક અંદાજે 18 કરોડનો આર્થિક લાભ થશે. વિભાગે કહ્યું કે, આ હિસાબે પ્રોજેક્ટનો પે-બેક પિરિયડ માત્ર 2થી 2.5 વર્ષ જેટલો જ રહેશે. એટલે 37 કરોડના ખર્ચે બનેલા સાતવલ્લા બ્રિજની ઇન્ડિયન રોડ કોંગ્રેસની ડિઝાઇન અને નિયમ પ્રમાણે પ્રદુષણની માત્રામાં ઘટાડાની સાથે ઇંધણની બચત માટે પણ સાર્થક નિવડશે તેવું પણ ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વેરા વસુલાત:વેરામાં 100% વ્યાજ માફી છતાં 800 કરોડમાંથી માત્ર 135 કરોડની વસૂલાત
    Next Article
    સચિન GIDCની DGVCLને લેખિત રજૂઆત:કારખાનાંની કેપેસિટી 50% થઈ ગઈ, વીજ બિલમાં રાહત આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment