Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન GIDCની DGVCLને લેખિત રજૂઆત:કારખાનાંની કેપેસિટી 50% થઈ ગઈ, વીજ બિલમાં રાહત આપો

    2 days ago

    ઈરાન–ઈઝરાયલ–અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર થઈ રહી છે. ગેસ બોટલો મળતી ન હોવાથી ટેક્સટાઈલમાં ખાસ કરીને વીવિંગ ફેક્ટરીઓ 50 ટકા કેપિસીટ પર આવી ગઈ છે. ઉત્પાદન ઘટતા ઉદ્યોગકારો પર ખર્ચનો બોજો વધ્યો છે. આ સંજોગોમાં વીવિંગ સેક્ટર પાસે લેવાતા ફિક્સ વીજ ચાર્જમાં 50 ટકા રાહત આપવા માંગ ઉઠી છે. સચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ ડીજીવીસીએલના એમડીને લેખિત રજૂઆત કરીને એલટી અને એચટી કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50 ટકા રાહત આપવા માંગ કરી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ 99 કિલોવોટના જોડાણમાં ફિક્સ ચાર્જ 13,805 છે અને બિલ 85 ટકાથી ઓછું હોય તો આ ચાર્જ 10,977 રૂપિયા છે. જ્યારે એચટીમાં 500 કિલોવોટના કનેક્શનમાં ફિક્સ ચાર્જ 75 હજાર છે અને 85 ટકાથી ઓછું બિલ આવે તો 63,184 રૂપિયા ફિક્સ ચાર્જ આવે છે. ઉત્પાદન અડધું હોવા છતાં ફિક્સ ચાર્જનો બોજો યથાવત છે, જેથી હાલમાં આ ચાર્જમાં રાહત આપો તો ઉદ્યોગને રાહત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારના રોડ નિયમોના આધારે પાલિકાએ કરેલો સર્વે:નવો સાતવલ્લા બ્રિજ બનતાં રોજ 40 હજાર વાહનોનું 18 કરોડનું ઈંધણ બચશે
    Next Article
    ગોંડલ પ્રાંતના હુકમને રાજકોટ કલેક્ટરે યથાવત્ રાખ્યો:સાંથણીમાં ફાળવેલી નવી શરતની જમીન 11 મહિના જ વેચી નખાઈ, 65 વર્ષ બાદ જમીન ખાલસા કરતા પ્રાંત અધિકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment