Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરા વસુલાત:વેરામાં 100% વ્યાજ માફી છતાં 800 કરોડમાંથી માત્ર 135 કરોડની વસૂલાત

    2 days ago

    વર્ષો જૂના બાકી વેરાની વસૂલાત માટે પાલિકાએ અમલમાં મૂકેલી ઐતિહાસિક વ્યાજ-પેનલ્ટી માફી યોજનાને આડે હવે માંડ 2 દિવસ બાકી છે. મિલકતદારો માટે વ્યાજમાં 100 ટકા રાહત મેળવવાની આ છેલ્લી તક છે. 31 માર્ચે યોજના પૂરી થશે. માર્ચ એન્ડિંગને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પાલિકા કમિશનરે તમામ મિલકતદારોને વેરો ભરી દેવા તાકીદ કરી હતી. આકારણી ચોપડે વર્ષોથી ₹800 કરોડથી વધુનો મિલકતવેરો બાકી બોલે છે. આ રકમ વસૂલવા તંત્રએ વ્યાજ માફી આપી હતી, જેમાં અત્યાર સુધીમાં 135 કરોડની રિકવરી થઈ છે. હજુ પણ મોટી સંખ્યામાં એવા મિલકતદારો છે જેમણે આ યોજનાનો લાભ લીધો નથી. જો 31 માર્ચ સુધીમાં વેરો નહીં ભરાય તો 1 એપ્રિલથી પૂરેપૂરું વ્યાજ ચૂકવવું પડશે અને મિલકત સીલ પણ થઈ શકે છે. નોંધીય છે કે, જો મિલકત પર વર્ષોનું વ્યાજ ચડી ગયું હોય તો આ બે દિવસ ગોલ્ડન ચાન્સ છે. ₹1ની પેનલ્ટી વગર માત્ર મુદ્દલ રકમ ભરીને દેવા મુક્ત થઈ શકાશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરાઈ પાલિકાના તમામ ઝોનની સિવિક સેન્ટરની બારીઓ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની કે લાંબી કતારોની માથાકૂટથી બચવા માટે તંત્રએ ઓનલાઈન પેમેન્ટની સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અંગદાન:પલસાણાના બ્રેનડેડ યુવકના લીવર અને કીડનીના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન
    Next Article
    કેન્દ્ર સરકારના રોડ નિયમોના આધારે પાલિકાએ કરેલો સર્વે:નવો સાતવલ્લા બ્રિજ બનતાં રોજ 40 હજાર વાહનોનું 18 કરોડનું ઈંધણ બચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment