Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંગદાન:પલસાણાના બ્રેનડેડ યુવકના લીવર અને કીડનીના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન

    2 days ago

    નવી સિવિલ હોસ્પિટલમાંથી સતત ત્રીજા દિવસે ત્રીજું અંગદાન થયું છે. પલસાણાના બ્રેનડેડ યુવાનના અંગોનું દાન કરી પરિવારે ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું છે. યુવકના લીવર અને બન્ને કિડનીઓનું ત્રણ જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પલસાણા ગામ, ગોપી રેસીડેન્સી, મેઘા પ્લાઝા ખાતે રહેતા 33 વર્ષીય રાજેન્દ્ર હિરાલાલ ગુપ્તા ગઈ તા.25 માર્ચના રોજ બપોરે નોકરી પરથી ઘરે આવ્યા બાદ બાજુના બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જેથી તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન 28 માર્ચના રોજ તબીબોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. આરએમઓ ડો. કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારની સહમતી બાદ સોટો દ્વારા લિવર અને બન્ને કિડની અમદાવાદની સિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા.સિમ્સ હોસ્પિટલની ટીમ દ્વારા અંગોનું દાન સ્વિકારવામાં આવ્યું હતું. ત્રણે અંગોનું ત્રણ જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નોકરી ન્યુઝ:એડિશનલ આસિ. ડાયરેક્ટરની 172 જગ્યા, પગાર 1.51 લાખ
    Next Article
    વેરા વસુલાત:વેરામાં 100% વ્યાજ માફી છતાં 800 કરોડમાંથી માત્ર 135 કરોડની વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment