Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની છેતરપિંડી અને સ્ત્રી અત્યાચારના 4 કેસ:નોટબંધી વખતે જ્વેલર્સ સાથે ₹2.63 કરોડની ઠગાઈ કરનાર દંપતી સામે ગુનો, મકાન બાંધકામના નામે કોન્ટ્રાક્ટર સાથે ₹2.12 કરોડની ઠગાઈ

    6 hours ago

    સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આર્થિક ગુનાખોરી અને ઘરેલું હિંસા સાથે જોડાયેલી ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં પોલીસે કુલ ચાર અલગ-અલગ ગુના નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસોમાં સૌથી મોટો બનાવ અડાજણ વિસ્તારમાં વર્ષ 2016ની નોટબંધી વખતે જ્વેલર્સ પાસેથી ₹2.63 કરોડના સોનાના દાગીના મેળવી ફરાર થઈ ગયેલા દંપતી સામે નોંધાયો છે. આ ઉપરાંત સરથાણામાં બાંધકામ કોન્ટ્રાક્ટર સાથે ₹2.12 કરોડથી વધુની છેતરપિંડી, અડાજણ પોલીસના નામે બોગસ સર્ટિફિકેટ બનાવી ક્રેન ટ્રાન્સફર પેટે ₹3.75 લાખ પડાવવાનો કિસ્સો તેમજ રાંદેર વિસ્તારમાં પરિણીતા પર કર્મકાંડી પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનો મામલો સામે આવ્યો છે. નોટબંધી ટાણે સોનાના દાગીના મેળવી દંપતી રાતોરાત ફરાર થઈ ગયું હતું પ્રથમ કેસની વિગતો અનુસાર, અડાજણ એલ.પી. સવાણી રોડ પર આવેલા શિવાલીક કોમ્પ્લેક્સ સ્થિત 'AOM CO. (JEWELLERS)' પેઢી સાથે કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. પેઢીના મહિલા કર્મચારી કિર્તીબેન બોટાદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2016માં નોટબંધીની જાહેરાત થઈ તે સમયે અનિલભાઈ ભીખાભાઈ વિલાણી અને તેમની પત્ની વિમ્મીબેન વિલાણીએ પેઢીના સંચાલક રાજેશભાઈ પરીખ પાસેથી ₹2,63,05,568 ની કિંમતના સોનાના દાગીના ખરીદ્યા હતા. નોટબંધીના કારણે નાણાંની તંગી હોવાનું બહાનું કાઢી દંપતીએ ટૂંક સમયમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે નાણાં ચૂકવવાના બદલે આ દંપતી રાતોરાત સોનાના ઘરેણાં લઈને પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયું હતું. અમદાવાદમાં આરોપી ઝડપાતાં જ્વેલર્સ વિદેશથી સુરત આવ્યા અને ગુનો નોંધાવ્યો આરોપી દંપતી લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેતાં અને નાણાં ડૂબી જતાં ભારે આર્થિક ફટકો સહન કરીને પેઢીના માલિક રાજેશભાઈ પરીખ ભારત છોડી વિદેશ સ્થાયી થઈ ગયા હતા. દરમિયાન જૂન 2026 માં તેમને માહિતી મળી હતી કે અનિલ વિલાણી અને તેની પત્ની અમદાવાદ ખાતે અન્ય એક ફોજદારી ગુનામાં પોલીસ સકંજામાં આવી ગયા છે. આ બાબતની ખાતરી થતાં જ તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને અડાજણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અનિલ વિલાણી અને વિમ્મી વિલાણી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી પીએસઆઈ એન. ડી. પટેલ દ્વારા કાનૂની સકંજો કસવામાં આવ્યો છે. સરથાણામાં 58 મકાનોના બાંધકામ પેટે કોન્ટ્રાક્ટર સાથે ₹2.12 કરોડની છેતરપિંડી બીજા કિસ્સામાં સરથાણાની તિરુપતિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય બાંધકામ કોન્ટ્રાક્ટર વનરાજભાઈ વઘાસિયાને યોગીચોક ખાતે રહેતા ભાવેશભાઈ અશોકભાઈ ભિંગરાડીયાએ વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ વર્ષ 2023 માં 19 મકાનોના બાંધકામનું કામ આપ્યું હતું, જે પેટે નક્કી થયેલી રકમમાંથી ₹52,02,000 બાકી રાખ્યા હતા. ત્યારબાદ વધુ 39 મકાનોનું કામ આપી એડવાન્સ ચૂકવણીનું લખાણ કરી આપ્યું હોવા છતાં કોઈ રકમ ચૂકવી નહોતી. બંને પક્ષો વચ્ચે એડવોકેટ મારફતે નોટરી કરાર કરવામાં આવ્યા હતા, જેમાં જૂની અને નવી બાંધકામ કામગીરી મળીને કુલ ₹2,12,47,000 ચૂકવવાના બાકી નીકળતા હતા. આ રકમ ચૂકવવાની મુદત વીતી જવા છતાં નાણાં ન ચૂકવાતાં સરથાણા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસનું બનાવટી NOC બનાવી ક્રેન ટ્રાન્સફરમાં લાખો પચાવ્યા ત્રીજા બનાવમાં પાલ આરટીઓ કચેરી ખાતે ક્રેન ટ્રાન્સફર કરાવવાના નામે દસ્તાવેજી છેતરપિંડી આચરવામાં આવી છે. કામરેજના ડેનીશભાઈ પ્રજાપતિ પાસેથી ઘલા ગામના નિલેશભાઈ કિશોરભાઈ પ્રજાપતિએ ક્રેન નંબર GJ-05-SP-0326 નો સોદો કર્યો હતો. આરોપી પાસે ઓરિજિનલ આરસી બુક હોવા છતાં તેણે અડાજણ પોલીસ મથકનું 'આરસી બુક ગુમ થયા' અંગેનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું. આ બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને ડેનીશભાઈ પાસેથી ₹3,75,000 પડાવી લીધા બાદ ક્રેન અન્ય ત્રીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરાવી દેવામાં આવી હતી. આ મામલે અડાજણ પોલીસે આરોપી નિલેશ સામે બનાવટી દસ્તાવેજ અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. રાંદેરમાં પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ, ત્રણ સામે ગુનો દાખલ ચોથા કેસમાં રાંદેર પોલીસ મથક હદ વિસ્તારમાં પરિણીતા પર ઘરેલું હિંસા અને માનસિક અત્યાચારનો કિસ્સો નોંધાયો છે. જહાંગીરાબાદ સ્થિત વીર સાવરકર હાઇટ્સ ખાતે રહેતા કર્મકાંડી પતિ પાર્થકુમાર શાંતિલાલ જોષી, 60 વર્ષીય સાસુ ભારતીબેન અને 67 વર્ષીય સસરા શાંતિલાલ જોષી સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન નાની-નાની ઘરેલું બાબતોમાં પરિણીતા સાથે તકરાર કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણીતાની ફરિયાદના આધારે રાંદેર પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઈ એચ. બી. જાડેજાને વધુ તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં શ્રાવણિયો જુગાર રમતા 12 શકુની ઝડપાયા:21,000થી વધુની રોકડ જપ્ત, ભરતનગર અને બગદાણા પોલીસની કાર્યવાહી
    Next Article
    પીપરલા રિઝર્વ જંગલમાં 4 શખસની દાદાગીરી, ફોરેસ્ટગાર્ડને ધમકી:જંગલના ઘાસમાં 120 માલઢોર ચરાવવા બાબતે ટોકતાં ફરજ રૂકાવટ કરી, ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment