Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપરલા રિઝર્વ જંગલમાં 4 શખસની દાદાગીરી, ફોરેસ્ટગાર્ડને ધમકી:જંગલના ઘાસમાં 120 માલઢોર ચરાવવા બાબતે ટોકતાં ફરજ રૂકાવટ કરી, ફરિયાદ નોંધાઈ

    6 hours ago

    સિહોરના પીપરલા અનામત જંગલ વિસ્તારમાં વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન અંદાજે 110થી 120 માલઢોર ગેરકાયદેસર રીતે ઘાસ પ્લાન્ટેશન પ્લોટમાં ચરાવતા ચાર શખ્સો સામે ફોરેસ્ટ સ્ટાફે કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ ફોરેસ્ટ ગાર્ડ સાથે ગાળાગાળી કરી, બાવડું પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. ઘટના બાદ પીડિત ફોરેસ્ટ ગાર્ડે સોનગઢ પોલીસ મથકે ચાર સામે ગુન્હો નોંધાવ્યો છે. ફોરેસ્ટ ગાર્ડે નિયમ મુજબ ઢોર ડબ્બે પૂરવાની વાત કરી, મામલો બિચક્યો પીપરલા બીટના 24 વર્ષીય ફોરેસ્ટગાર્ડ વિશ્વજીતસિંહ રામદેવસિંહ રાણા તેમના ફોરેસ્ટર અને ચોકીદાર સાથે સરકારી બોલેરો (GJ-04-GB-0945) લઈને પીપરલા અનામત વિડીના સર્વે નંબર 35 પૈકી 1ના જાયકા હેક્ટર 50 ઘાસ પ્લાન્ટેશન વિસ્તારમાં વહેલી સવારે આશરે 5 વાગ્યે ટોર્ચ લાઈટ વડે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક ચાર શખ્સો વશરામ ટીડાભાઈ મકવાણા, દાના ટીડાભાઈ મકવાણા, રામા કમાભાઈ ખટાણા અને ગોકુલ રબારી (તમામ રહે. પીપરલા) પોતાના માલઢોર ચરાવતા નજરે પડ્યા હતા. ફોરેસ્ટ ગાર્ડનું બાવડું પકડી ને મારી નાખવાની ધમકી આપી અનામત જંગલમાં ઢોર ચરાવવા ગુન્હો હોવાથી ફોરેસ્ટ ગાર્ડે નિયમ મુજબ ઢોર ડબ્બે પૂરવાની વાત કરી હતી. આથી આરોપીઓ લાકડીઓ સાથે આવી ઉશ્કેરાઈ ગયા હતા. ફોરેસ્ટ ગાર્ડ વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે દાના નામના શખ્સ ફોન બંધ કરાવવા તેમનું બાવડું પકડી લીધું હતું અને હવેથી ઢોર ચરાવવા બાબતે વચ્ચે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય શખસો વિરુદ્ધ ફરિયાદ આ બનાવ અંગે સોનગઢ પોલીસે ચારેય શખસો વિરુદ્ધ BNS એક્ટ 221, 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કરોડોની છેતરપિંડી અને સ્ત્રી અત્યાચારના 4 કેસ:નોટબંધી વખતે જ્વેલર્સ સાથે ₹2.63 કરોડની ઠગાઈ કરનાર દંપતી સામે ગુનો, મકાન બાંધકામના નામે કોન્ટ્રાક્ટર સાથે ₹2.12 કરોડની ઠગાઈ
    Next Article
    નિવૃત્ત નાયબ સચિવના પરિવારના કરોડોના કૌભાંડનો મામલો:ફેમિલીના ઠગાઈના રૂપિયાનો છેડો નહીં મળતા ગાંધીનગર કોર્ટના આદેશથી ફરી તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment