Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં શ્રાવણિયો જુગાર રમતા 12 શકુની ઝડપાયા:21,000થી વધુની રોકડ જપ્ત, ભરતનગર અને બગદાણા પોલીસની કાર્યવાહી

    6 hours ago

    ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને શ્રાવણિયા જુગાર રમી રહેલા કુલ 12 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભરતનગર અને બગદાણા પોલીસ સ્ટેશનની ટીમોએ દેવરાજનગર અને ગળથર ગામના વિસ્તારમાં દરોડા પાડીને કુલ રૂ. 21,830ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. બંને પોલીસ મથકે ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા એક્ટ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ કેસ દેવરાજનગરમાં જુગાર રમતા 4 શખસ ઝડપાયા ભરતનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે દેવરાજનગર-1ની સામે આવેલ સંતોષ પાનની બાજુમાં રેડ કરતા ચાર શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો શ્રાવણીયો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં અશોક માધાભાઈ મકવાણા (રહે.ઘોઘા રોડ જકાતનાકા) રાજુ મોહનભાઈ જાંબુચા (રહે.ઘોઘા રોડ) રસિક રાજુભાઈ વેગડ (રહે.ઘોઘા રોડ), અને ધીરૂ કરશનભાઇ વાઘેલા (રહે.ઘોઘા જકાતનાકા) ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડ રૂપિયા 10,970 કબ્જે કરી ચારેય જુગારીઓ વિરુદ્ધ ભારતનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બીજો કેસ ગળથર ગામે છાપરી રોડ પરથી 8 જુગારીઓ ઝડપાયા ભાવનગર જીલાલના બગદાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ગામડાઓમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ગળથર ગામે છાપરી રોડ પર આવેલ ગોપાલ પ્રેમજીભાઈ બારૈયાના મકાન પાછળ બાવળની કાંટમાં ટોર્ચ લાઈટના અજવાળે કેટલાક શખ્સો શ્રાવણીયો જુગાર રમે છે. જે માહિતી આધારે પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતા આઠ શખ્સો ગોળ કુંડાળું વળીને ટોર્ચના અજવાળે પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં જયરાજ ભાણકુભાઈ ગોહિલ, ભરત ધીરૂભાઇ ડાભી, મુકેશ પ્રેમજીભાઈ બારૈયા, ગોપાલ પ્રેમજીભાઈ બારૈયા, લાલજી પ્રેમજીભાઈ બારૈયા, વનરાજ બાવુ ગોહિલ, રમેશ તેજાભાઈ ભીલ, રાજુ ઉર્ફે સજુ ઓધા ગોહિલ (રહે. તમામ ગળથર ગામ તા.મહુવા જી. ભાવનગર)ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂ. 10,860 સાથે ધરપકડ કરી તમામ વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    'મોદીએ ચેતવ્યા હતા, અમે સાંભળ્યું નહીં':બેલ્જિયમના PM બોલ્યા- 'ચીન-અમેરિકા પર નિર્ભરતા ભારે પડી રહી છે, યુરોપ પોતાની સુરક્ષા પણ નથી કરી શકતું'
    Next Article
    કરોડોની છેતરપિંડી અને સ્ત્રી અત્યાચારના 4 કેસ:નોટબંધી વખતે જ્વેલર્સ સાથે ₹2.63 કરોડની ઠગાઈ કરનાર દંપતી સામે ગુનો, મકાન બાંધકામના નામે કોન્ટ્રાક્ટર સાથે ₹2.12 કરોડની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment