Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટોની હેરાફેરી કરતા 4 ઝડપાયા:પાસબુક, સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિત ₹20,000નો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    આણંદ સાયબર ક્રાઈમ પોલીસે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ગામડી ઓવરબ્રિજ નીચેથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે મ્યુલ એકાઉન્ટ ખોલાવી બેંક કીટની હેરાફેરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી પાસબુક, સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિત ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમી મુજબ, સાયબર ક્રાઈમ કરતી ગેંગના સભ્યો ગેરકાયદેસર બેંક એકાઉન્ટ ખોલાવીને તેની કીટ મેળવતા હતા. આ કીટ મળતીયાઓ મારફતે સાયબર ફ્રોડ કરતી ગેંગને મોકલવામાં આવતી હતી. દેશના જુદા-જુદા રાજ્યોના લોકો પાસેથી ઓનલાઈન ઠગાઈથી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. બાતમીના આધારે, ગામડી ઓવરબ્રિજ નીચે આવા એકાઉન્ટની કીટની હેરાફેરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં તેમની ઓળખ તૌસીફભાઈ ઈકબાલભાઈ ખલીફા (રહે. સુરેલી), જાવરખાન હબીબખાન (રહે. સુરેલી) અને મહેશભાઈ દાઉદભાઈ ખ્રિસ્તી (રહે. સુંદલપુરા) તરીકે થઈ છે. આ ત્રણેય ગામડાના લોકોને ભોળવીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, બેંક કીટ મેળવી કમિશન લઈને મહંમદ ઝુબેર ફારૂકભાઈ વ્હોરાને આપતા હતા. મહંમદ ઝુબેર આ કીટ કમિશન લઈને અમદાવાદના સીપાઈ અબ્દુલ્લા ઉર્ફે છોટુ નામના વ્યક્તિને પહોંચાડતો હતો. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને મુખ્ય સૂત્રધાર અમદાવાદના સીપાઈ અબ્દુલ્લા ઉર્ફે છોટુને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સો કમિશન લઈને મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે સાયબર ક્રાઈમ કરતી ગેંગોને આપતા હતા. પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આવા કેટલા એકાઉન્ટ ખોલાવ્યા છે અને કેટલું કમિશન મેળવતા હતા તે સહિતની વિગતો બહાર આવશે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. ડોડીયાના માર્ગદર્શન હેઠળ PSI એચ.એ. રિષિન, હેડ કોન્સ્ટેબલ જલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નિલભાઈ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 12 PSIની આંતરિક બદલી:વહીવટી સરળતા માટે SPએ 12 બિનહથિયારી PSIની બદલીના હુકમ કર્યા, નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા આદેશ
    Next Article
    21 ઓગસ્ટનું અંકફળ:અંક 2ના જાતકોની મહિલાઓને લાભ થશે, અંક 6ના જાતકો માટે દિવસ સુખમય રહેશે, આવક વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment