Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 ઓગસ્ટનું અંકફળ:અંક 2ના જાતકોની મહિલાઓને લાભ થશે, અંક 6ના જાતકો માટે દિવસ સુખમય રહેશે, આવક વધશે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી…. સવારના સમયે અનુકૂળતા રહેશે. આવક સારી રહેશે, પરંતુ યોજનાઓ બદલવી પડી શકે છે અને કાર્યો નિર્ધારિત સમયે પૂર્ણ નહીં થઈ શકે. બપોરે આવક પ્રાપ્ત થશે. લાભ વધશે. કાર્યસ્થળ પર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. અજ્ઞાત ભય અને ચિંતા રહેશે. સાંજથી સ્થિતિમાં સુધારો આવશે અને લાભની તકો મળશે. કરિયર: કામ સંભાળીને કરવું અને નોકરીમાં પણ સાવધાની રાખવી. લવ: પાર્ટનર તરફથી પૂર્ણ સહયોગ મળશે અને વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 5, 7, 9 લકી કલર: લીલો શું કરવું: ગરીબોને વસ્ત્ર અને ફળનું દાન કરવું. સવારે મન પ્રસન્ન રહેશે અને સંપત્તિથી લાભ થશે. મુશ્કેલીઓનો અંત આવશે તથા આવકમાં વધારો થવાની સાથે સકારાત્મકતા વધશે. સરકારી કામોમાં આવતી અડચણો દૂર થશે અને મહિલાઓને લાભ થશે. લક્ષ્ય પૂરું કરવામાં સફળ રહેશો. રાજકારણીઓને લાભ થશે. સાંજે સંભાળીને રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં બાધાઓ આવી શકે છે, ખર્ચ વધી શકે છે અને વિવાદ થવાની સંભાવના છે. કરિયર: વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નવા સોદા મળશે. નોકરીમાં પ્રમોશનની તકો પ્રાપ્ત થશે. લવ: પાર્ટનર સાથેના મનમુટાવ પૂરા થશે અને જીવનસાથી સહયોગની અપેક્ષા રાખશે. લકી નંબર: 5, 8, 1 લકી કલર: ગુલાબી શું કરવું: ગરીબોને છત્રી અથવા વસ્ત્રનું દાન કરવું. સવારનો સમય થોડી સાવચેતી રાખવાની તક આપશે. ઉત્સાહ ઓછો રહેશે. સંતાન તરફથી સહયોગ મળશે. વિરોધીઓ પરેશાન કરી શકે છે. બપોરે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નવા કાર્યોમાં ગતિ આવશે. સંતાન તરફથી સુખ મળશે. કાર્યોમાં સુધારો થશે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. સાંજે માંગલિક કાર્યક્રમોમાં હાજરી આપવાની તક મળશે. સમય સારો રહેશે. કરિયર: વ્યવસાયમાં ગતિ જળવાઈ રહેશે અને નોકરીમાં તણાવ દૂર થશે. લવ: પાર્ટનરનું સમર્પણ ઓછું રહેશે જેનાથી વિચલિત થઈ શકો છો. લકી નંબર: 5, 2, 7 લકી કલર: જાંબલી શું કરવું: જૂના કપડાંનું દાન કરવું અને ગરીબોને અન્નનું દાન કરવું. દિવસની શરૂઆતમાં ક્રોધ વધી શકે છે. પોતાની જાત પર નિયંત્રણ રાખવાનો સમય છે, કોઈ પણ નિર્ણય લેવાથી બચવું. ભાઈઓ તરફથી સહયોગ મળશે. બપોરે સ્થિતિ સંભાળી શકાશે અને ઘણા સુધારા થશે. અસ્વસ્થતા દૂર થશે. આવકમાં વધારો થશે અને સંતાન તરફથી સુખ મળશે. પરિવાર પણ સહયોગ આપશે. સાંજે સારા સમાચાર મળવાની સંભાવના છે. કરિયર: મશીનરી સંબંધિત કામ કરનારાઓને લાભ થશે, જ્યારે નોકરીમાં ચિંતા વધી શકે છે. લવ: જીવનસાથી તરફથી સહયોગ મળશે, પરંતુ પ્રેમમાં પાર્ટનર પાસેથી વધુ અપેક્ષા ન રાખવી. લકી નંબર: 5, 3, 6 લકી કલર: સફેદ શું કરવું: હનુમાનજીને તેલનો દીવો કરવો અને ગરીબોને ફળનું દાન કરવું. સવારે આવકમાં સુધારો રહેશે. વિરોધીઓ તરફથી પરેશાની આવશે, પરંતુ તેમની સામે લડવાની ક્ષમતા પણ મળશે. ધર્મ પ્રત્યે આસ્થા મજબૂત થશે અને સારી સલાહ મદદરૂપ સાબિત થશે. બપોરે તણાવ રહેશે. બિનજરૂરી કામોમાં સમય બગાડશે. સાંજે જૂના મિત્રો સાથે મુલાકાત થશે. આવક સારી થશે અને સંતાન તરફથી ખુશીઓ મળશે. કરિયર: રોકાણ કરવાથી બચવું અને વ્યવસાયમાં અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. લવ: તણાવ દૂર થશે અને વૈવાહિક બાબતોમાં આવતી અડચણો પૂરી થશે. લકી નંબર: 5, 4, 8 લકી કલર: લાલ શું કરવું: જૂના કપડાંનું દાન કરવું. સવારનો સમય દરેક રીતે સુખ આપનારો રહેશે. તમામ કામો પૂરા થશે અને આવકમાં પણ વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને કામનો શ્રેય મળશે. વિવાદોમાં વિજય મળશે અને અટકેલા કામો પૂરા થશે. બપોરના સમયે પ્રતિષ્ઠામાં વધારો થશે. રાજકારણીઓને પદ પ્રાપ્ત થશે અને ધાર્મિક કાર્યો કરવાની તક મળશે. સાંજે વાણી પર નિયંત્રણ રાખવું નહીંતર વિવાદ થઈ શકે છે. કરિયર: વ્યવસાય સમૃદ્ધ થશે અને નોકરીમાં સારી તકો મળશે. નવા પ્રસ્તાવો પણ આવશે. લવ: વિરહ યોગ પૂરો થશે અને જીવનસાથી સંપૂર્ણ અનુકૂળ રહેશે. લગ્નના પ્રસ્તાવો મળશે. લકી નંબર: 5, 8, 6 લકી કલર: કેસરી શું કરવું: ગરીબોને ધાબળા, વસ્ત્ર, જળ અને અન્નનું દાન કરવું. સવારના સમયે કામ સામાન્ય રહેશે અને તમારી યોગ્યતા યથાવત રહેશે. તણાવ રહેશે અને કામ કરવાનું મન નહીં થાય. બપોરે કામની સ્થિતિ આવક જાળવી રાખશે. કોઈ પણ મહત્વપૂર્ણ કામ ટાળવાનો પ્રયાસ ન કરવો. નકામા લોકોને મળવાનું વધી શકે છે અને ચિંતા પણ રહેશે. સમય સકારાત્મકતા જાળવી રાખવાનો છે. ઢીંચણમાં તકલીફ થઈ શકે છે. કરિયર: વ્યવસાય સ્થિર રહેશે અને વ્યસ્તતા વધુ રહેશે. નોકરીમાં મોટી જવાબદારી મળી શકે છે. લવ: પાર્ટનર સાથે આત્મવિશ્વાસ વધશે અને વૈવાહિક સંબંધોમાં સુધારો થશે. લકી નંબર: 5, 4, 1 લકી કલર: આસમાની શું કરવું: પશુઓ માટે ચારો, રોટલી અને પાણીની વ્યવસ્થા કરવી. દિવસની શરૂઆતમાં આવકના મામલે સુધારો થશે. સમય સારી રીતે વિતશે. બપોરે વિચલિત કરનારા સમાચાર પણ મળી શકે છે. ન ગમતી જગ્યાઓએ જવું પડી શકે છે. સાંજથી સુધારો જોવા મળશે અને કામમાં ઝડપ આવશે. સમય પણ સારો વિતશે. વિવાદિત વિષયોમાં પક્ષ મજબૂત થશે અને પરિવારમાં મહત્વ મળશે. જૂની સંપત્તિથી લાભની સંભાવના છે. મિત્રો તરફથી મદદ મળશે. યાત્રાનો યોગ બની શકે છે. કરિયર: નોકરીના સ્થળે સંભાળીને રહેવું અને બિઝનેસ ટૂર સફળ થવાની સંભાવના છે. લવ: કોઈ ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરશે, તેથી પોતાના પર અને પાર્ટનર પર વિશ્વાસ રાખવો પડશે. લકી નંબર: 2, 3, 5 લકી કલર: વાદળી શું કરવું: અસહાય લોકોને અન્ન અને છત્રીનું દાન કરવું. સુખ પ્રાપ્ત થશે અને નવા કાર્યો શરૂ કરવાની યોજના બનશે. આ સમય પોતાની જાતને સંભાળવાનો છે. ખોટા ખર્ચથી બચવું પડશે. કામ વધારે રહેશે. પિતાનો સહયોગ મળશે. બપોરે આવકમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે. કામમાં સહયોગ મળશે. સાંજે વ્યસ્તતા રહેશે અને ભાગ્યનો સાથ જળવાઈ રહેશે. ભારે થાક અને નબળાઈ અનુભવાશે. આંખો અને નસોમાં ખેંચાણ કે તણાવ થઈ શકે છે. કરિયર: વેપારમાં સંભાળીને રહેવું પડશે અને નોકરી માટે બહાર જવું પડી શકે છે. લવ: વૈવાહિક જીવનમાં બોલાચાલી બંધ થવાની સ્થિતિ પૂરી થશે, પરંતુ પ્રેમમાં અપેક્ષા મુજબ સહયોગ ન મળવાથી નિરાશા થશે. લકી નંબર: 4, 5, 8 લકી કલર: પીળો શું કરવું: જૂના વસ્ત્રો અથવા શક્તિ મુજબ ધનનું દાન કરવું.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટોની હેરાફેરી કરતા 4 ઝડપાયા:પાસબુક, સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિત ₹20,000નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    શુક્રવારનું રાશિફળ:મિથુન રાશિના લોકોને આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે, સિંહ જાતકોને તેમનાં કામનું ઉત્તમ પરિણામ મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment