Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 12 PSIની આંતરિક બદલી:વહીવટી સરળતા માટે SPએ 12 બિનહથિયારી PSIની બદલીના હુકમ કર્યા, નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા આદેશ

    1 day ago

    વલસાડ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા દ્વારા મોટો આંતરિક ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં વિવિધ પોલીસ મથકો ખાતે ફરજ બજાવતા 12 બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની એકસાથે આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા PSIને નવી જવાબદારી સોંપવામાં આવી છે. બદલી પામેલા તમામ અધિકારીઓને આદેશ મળતાની સાથે જ નવી નિયુક્ત જગ્યાએ તાત્કાલિક હાજર થવા તેમજ હાજરી અંગે જિલ્લા પોલીસ કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. મહત્વના પોલીસ મથકોમાં અદલાબદલી આ આંતરિક બદલીઓમાં ઉમરગામ, સરીગામ, ડુંગરા, વાપી, પારડી, ધરમપુર, કપરાડા, ભીલાડ તેમજ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મહત્વના પોલીસ મથકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને જિલ્લાના સરહદી અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ PSIની અદલાબદલી કરવામાં આવતા આગામી દિવસોમાં પોલીસ કામગીરીમાં તેની અસર જોવા મળી શકે છે. કોને ક્યાં મુકાયા? કાયદો-વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ એકસાથે 12 PSIની આંતરિક બદલીઓને પગલે વલસાડ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી સ્તરે નવી ગોઠવણી થઈ છે. નવી જગ્યાએ ફરજ સંભાળ્યા બાદ અધિકારીઓ સ્થાનિક કાયદો-વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા તેમજ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જવાબદારી નિભાવશે.
    Click here to Read More
    Previous Article
    મોદી-RSS સામે પડ્યા પાકિસ્તાની ડૉક્ટર:અમેરિકામાં સંઘ પર પ્રતિબંધની માગ કેમ ઊઠી? ભાગવતની US મુલાકાત પહેલાં મહાવિવાદ
    Next Article
    આણંદમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટોની હેરાફેરી કરતા 4 ઝડપાયા:પાસબુક, સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિત ₹20,000નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment