Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ પોલીસે તમિલનાડુની 4 ચોર ગેંગ ઝડપી:વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા ઘરોને નિશાન બનાવતી, ₹13.38 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    સંઘ પ્રદેશ દમણમાં ઘરફોડ ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે દમણ પોલીસે એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. તમિલનાડુના વેલોર જિલ્લાના ચાર શખ્સોની આ ગેંગ વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા ઘરોને નિશાન બનાવી કિંમતી ઈલેક્ટ્રોનિક સામાન ચોરી કરતી હતી. પોલીસે તેમના કબજામાંથી અંદાજે ₹13.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત ચતુરાઈભરી હતી. આરોપીઓ વહેલી સવારે એવા મકાનોની રેકી કરતા, જ્યાં દરવાજા ખુલ્લા હોય. ઘરમાલિકો ઊંઘમાં હોય તે સમયે અંદર ઘૂસી મોબાઈલ, લેપટોપ સહિતના ઈલેક્ટ્રોનિક સામાન ચોરી લેતા. જો કોઈ જાગી જાય અથવા શંકા કરે તો તેઓ અજાણ્યા હોવાનો નાટક કરતા અને ખાસ કરીને તમિલ ભાષામાં વાતચીત કરીને સ્થાનિકોને મૂંઝવતા હતા. દમણ પોલીસે આ ગેંગને પકડવા માટે સુવ્યવસ્થિત ઓપરેશન પાર પાડ્યું હતું. 17 એપ્રિલ 2026ના રોજ નાની દમણ વિસ્તારમાં ₹5.78 લાખની ચોરી નોંધાયા બાદ, એસપી કેતન બંસલના માર્ગદર્શન હેઠળ દમણ અને વાપી વિસ્તારમાં 120થી વધુ CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા. હ્યુમન ઈન્ટેલિજન્સથી આરોપીઓ વાપીના તળાવ ફળિયા વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળતાં, નાની દમણ પોલીસની ટીમે રાત્રે દરોડો પાડી ચારેયને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં જીવા મુનિયપ્પા (24), આર્ય અન્નીયાપન (19), મુનિયપ્પા બાલરાજ (44) અને મુનિયપ્પા મુરગન (31)નો સમાવેશ થાય છે. આ તમામ મૂળ તમિલનાડુના વતની છે અને હાલ વાપીની ગીતા નગર ચાલમાં રહેતા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ માત્ર દમણ સુધી સીમિત નહોતી. મુંબઈના બોરીવલી (MHB કોલોની) પોલીસ સ્ટેશનમાં પણ તેમની સામે ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત, વલસાડ, વાપી, સિલવાસા અને દિલ્હી સહિતના શહેરોમાં પણ ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 50 મોબાઈલ ફોન, 5 લેપટોપ અને 2 કાંડા ઘડિયાળ જપ્ત કર્યા છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹13.38 લાખ આંકવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓ સામે વધુ ગુનાઓની કડીઓ જોડવા અને સમગ્ર નેટવર્ક બહાર લાવવા માટે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં બાળ તસ્કરી કેસની મહિલા આરોપીનાં જામીન નામંજુર:પિતાના ઓપરેશન અને ભત્રીજાના લગ્નના બહાને 15 દિવસના જામીન માંગ્યા હતા
    Next Article
    દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારી, મહિલા ઘાયલ:કાર પલટી મારી ગઈ, પીછો કરી રહેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment