Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારી, મહિલા ઘાયલ:કાર પલટી મારી ગઈ, પીછો કરી રહેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

    2 days ago

    ગઢડા તાલુકાના ગોરડકા ગામ નજીક દારૂ ભરેલી સ્કોર્પિયો કારનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર એક મહિલાને ઇજા પહોંચી હતી. બોટાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે એક બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલકે ભાગવાનો પ્રયાસ કરતા કાર પલટી ખાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો. બોટાદ LCB પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ આ કારનો પીછો કરી રહી હતી. પોલીસથી બચવા માટે કારચાલકે ઝડપ વધારતા ગોરડકા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારનો પીછો કરી રહેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દમણ પોલીસે તમિલનાડુની 4 ચોર ગેંગ ઝડપી:વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા ઘરોને નિશાન બનાવતી, ₹13.38 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Surat Political News | સુરતમાં ફરી આમ આદમી પાર્ટી આવી વિવાદમાં | AAP | Video Viral | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment