Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને I LOVE YOU લખેલી ચિઠ્ઠી આપી:CTMની સ્કૂલના શિક્ષકને જાણ થતા વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકાર્યો, માતાની શિક્ષક-પ્રિન્સિપાલ સામે ફરિયાદ

    8 hours ago

    અમદાવાદમાં CTM વિસ્તારમાં આવેલી બ્રાઇટ અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીનીને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી આપી હતી. જે શિક્ષક પાસે પહોંચતા જ શિક્ષક અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઠપકો આપી ફૂટપટ્ટી મારી હતી. જે અંગે વિદ્યાર્થીના માતા-પિતાને જાણ થતા શિક્ષક અને પ્રિન્સિપાલ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીને I LOVE YOU ચિઠ્ઠી લખી, શિક્ષકે ફૂટપટ્ટીથી ફટકાર્યો રામોલમાં 9 વર્ષનો સગીર માતા-પિતા સાથે રહે છે અને CTMની બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 4મા અભ્યાસ કરે છે. ગત 19 સપ્ટેમ્બરે વિદ્યાર્થી સ્કૂલે ગયો હતો, ત્યારે વર્ગખંડમાં એક વિદ્યાર્થિનીને કાગળ પર I LOVE YOU લખીને ચિઠ્ઠી આપી હતી. જે બાદ આ ચિઠ્ઠી ક્લાસરૂમમાંથી મળી આવતાં શાળાના શિક્ષકે વિદ્યાર્થીની કડકાઈથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આવેશમાં આવી જઈ શિક્ષક તેમજ શાળાના પ્રિન્સિપાલે સગીર વિદ્યાર્થીને હાથ પર ફૂટપટ્ટી ફટકારી ઠપકો આપ્યો હતો. દીકરાને મારતાં માતાએ શિક્ષક-પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાવી જે બાદ વિદ્યાર્થી ઘરે જઈને રૂમમાં પુરાઈને રડી રહ્યો હતો. માતાએ પૂછપરછ કરતા શિક્ષક અને પ્રિન્સિપાલે માર્યો અને ઠપકો આપ્યો હોવાનું જણાવ્યું હતું. શાળાતંત્ર દ્વારા પ્રાથમિક શાળાના નાના બાળક પર આ પ્રકારે કરવામાં આવેલા શારીરિક હુમલાને ગંભીરતાથી લઈ માતાએ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષક સીમા ગોસ્વામી અને પ્રિન્સિપાલ ઇન્દ્રજીત મોર્ય સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    જીવંતી ફાઉન્ડેશને ઝોબાળા શાળામાં ઔષધીય રોપા વહેંચ્યા:પર્યાવરણ અને સ્વાસ્થ્ય રક્ષણ માટે 270 અગત્સ્ય અને પોઈના રોપાનું નિશુલ્ક વિતરણ
    Next Article
    રડતા બાળકને મોબાઇલ આપ્યો, હવે થેરાપી માટે પરેશાન:મોબાઇલની લતથી બાળકો બેકાબૂ, ગુજરાત સહિત 7 રાજ્યોમાં તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment