Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 એન્જિનિયરિંગ કોલેજો માસ કોપી કેસમાં પકડાતા GTUએ કાર્યવાહી કરી:એક સરખું લખાણ સામે આવતા CCTV તપાસ બાદ ગેરરીતિ ઝડપાઈ, કોલેજને 2-2 લાખનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ

    8 hours ago

    ગુજરાતની ચાર એન્જિનિયરિંગ કોલેજો માસ કોપી કેસમાં ઝડપાઈ છે. પરીક્ષામાં પાસ કરાવવા માટે કોલેજો દ્વારા જ વિદ્યાર્થીઓને સામુહિક ચોરી કરાવવામાં આવતી હોવાનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ મોટી ગેરરીતિ પકડાતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GTU એ માત્ર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે જ નહીં, પરંતુ જે કોલેજમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હતા તેવી ચાર કોલેજો સામે પણ આકરા પગલાં લીધા છે. કોલેજોને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની સાથે તેમના પરીક્ષા કેન્દ્રો પણ રદ કરવામાં આવ્યા છે. CCTVમાં ખૂલી પોલ: જાણો કઈ કોલેજના કેટલા વિદ્યાર્થીઓ ચોરીમાં ઝડપાયા? GTU ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓની પુરવણીઓ તપાસવામાં આવી ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓનું લખાણ એકસરખું જોવા મળ્યું હતું. આ શંકાસ્પદ બાબત ધ્યાને આવતા પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં વિદ્યાર્થીઓ એકબીજાને સાહિત્ય આપતા અને મોબાઈલમાંથી જોઈને લખતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે રાજકોટની અર્પિત કોલેજમાં પહેલા દિવસે 19 અને બીજા દિવસે 23 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. જ્યારે સુરતની માંડવી ઇન્સ્ટિટ્યૂટના 41, કડીની વી.કે. પટેલ ડિપ્લોમા કોલેજના 13 અને ગડુંની દધીચિ ડિપ્લોમા કોલેજના 13 વિદ્યાર્થીઓ માસ કોપી કરતા ઝડપાયા છે. કોલેજોને લાખોનો દંડ અને પરીક્ષા કેન્દ્રો કરાયા રદ વિદ્યાર્થીઓને ગેરરીતિ કરવા માટે છૂટો દોર આપવા બદલ GTU દ્વારા આ ચારેય કોલેજો સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટની અર્પિત કોલેજ અને સુરત જિલ્લાની માંડવી ઇન્સ્ટિટ્યૂટને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ આગામી બે વર્ષ માટે આ બંને કોલેજોના પરીક્ષા કેન્દ્રો રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કડીની વી.કે. પટેલ કોલેજ અને ગડુની દધીચી કોલેજને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક વર્ષ માટે તેમના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે. 274 સામે એક્શન, 196 બે સેમેસ્ટર માટે ડીબાર કોલેજોની સાથે સાથે સામુહિક ચોરી કરનારા વિદ્યાર્થીઓ સામે પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આકરી સજા ફટકારવામાં આવી છે. સમર સેમેસ્ટરની પરીક્ષામાં કોપી કરતા પકડાયેલા કુલ 333 વિદ્યાર્થીઓ પૈકી 274 વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. જેમાંથી 196 વિદ્યાર્થીઓને બે સેમેસ્ટર માટે, 54 વિદ્યાર્થીઓને એક સેમેસ્ટર માટે, 2 વિદ્યાર્થીઓને ત્રણ સેમેસ્ટર માટે અને 1 વિદ્યાર્થીને ચાર સેમેસ્ટર સુધી પરીક્ષા ન આપવા માટે ડીબાર (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. જ્યારે 19 વિદ્યાર્થીઓએ છેલ્લે આપેલી એક વિષયની પરીક્ષા આગામી સેમેસ્ટરમાં ફરીથી આપવી પડશે. સજા મેળવનાર આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 204 વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો:કંપની બનાવીને ક્રિપ્ટો કરન્સીમાં રોજના 1.5 ટકા વળતરની લાલચ આપી 4 વેપારી પાસે 1.46 કરોડની છેતરપિંડી
    Next Article
    વેરાવળમાં યોગ પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો પ્રારંભ:સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને દર્શન યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક-સંશોધન સહકાર માટે MoU થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment