Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો:કંપની બનાવીને ક્રિપ્ટો કરન્સીમાં રોજના 1.5 ટકા વળતરની લાલચ આપી 4 વેપારી પાસે 1.46 કરોડની છેતરપિંડી

    9 hours ago

    શહેરમાં ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 'બ્લોક ઓરા' નામની કંપની ઊભી કરીને રોકાણકારોને રોજના 1.5 ટકા વળતર આપવાની લાલચ આપી ચાર વેપારીઓ પાસેથી કુલ 1.46 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. અંકલેશ્વર, લીંબડી, બોટાદ અને રાજકોટના 12 શખ્સોએ અલગ-અલગ જગ્યાએ મિટિંગો યોજીને વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ છેતરપિંડી આચરી હતી. આ મામલે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 12 લોકો સામે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. 'બ્લોક ઓરા' કંપનીના નામે કેળવ્યો વિશ્વાસ પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાલ રીંગ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અને પ્રિન્ટિંગ ટ્રેડિંગનો વ્યવસાય કરતા ભરતભાઈ કરશનભાઈ મોટકાનો વર્ષ 2022માં તેમના ગામના અમિત મુલતાની અને અંકલેશ્વરના અઝરૂદ્દીન મુલતાની સાથે સંપર્ક થયો હતો. આ આરોપીઓએ પોતે 'બ્લોક ઓરા' નામની ક્રિપ્ટોકરન્સી કંપનીમાં કામ કરતા હોવાનું જણાવી ભરતભાઈને રોજના 1.5 ટકા વળતરની આકર્ષક સ્કીમ સમજાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તેમને લોનાવાલા ખાતે યોજાયેલી મીટિંગમાં બોલાવીને કંપનીના મુખ્ય સંચાલક ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાની સાથે મુલાકાત કરાવી હતી. 4 વેપારીઓ પાસેથી 1.46 કરોડ ખંખેર્યા વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીઓએ ભરતભાઈ મોટકા તથા તેમના મિત્રો ભાર્ગવકુમાર પટેલ, નિલેશભાઈ સરાવાડીયા અને સમીરભાઈ મર્ચન્ટને વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલી સરગમ હોટેલ ખાતે બોલાવીને રોકડા નાણાં મેળવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી ભરતભાઈ પાસેથી 56.73 લાખ, નિલેશભાઈ પાસેથી 55.03 લાખ, સમીરભાઈ પાસેથી 24.86 લાખ અને ભાર્ગવકુમાર પાસેથી 9.98 લાખ મળીને કુલ 1.46 કરોડ મેળવ્યા હતા અને તેની સામે અલગ-અલગ આઈડી જનરેટ કરી આપી હતી. આ પૈકી કેટલાક પૈસા ઓઢવ ખાતેથી આંગડિયા મારફતે સુરત પણ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સિંગાપોર લઈ જઈ કમિશનની લાલચ આપી, પછી વિડ્રોઅલ બંધ કર્યું રોકાણકારોને વધુ ભોળવવા માટે અને નવું ફંડ લાવવા આરોપીઓ તેમને સિંગાપોર પણ લઈ ગયા હતા. ત્યાં નીતિન જગત્યાની અને ફરદીને વધુ ડિપોઝિટ લાવવા માટે કમિશન આપવાની લાલચ આપી હતી. થોડા સમય બાદ જ્યારે ફરિયાદીઓએ પોતાના એકાઉન્ટમાંથી રકમ ઉપાડવાનો (વિડ્રો કરવાનો) પ્રયાસ કર્યો ત્યારે કંપનીએ 'સિસ્ટમ અપડેટ' ના બહાને વિડ્રોઅલ બંધ કરી દીધું હતું. રોકાણકારોને શાંત રાખવા માટે સાસણ ખાતે મીટિંગ યોજીને ટોકનના ભાવ વધવાની લાલચ પણ આપવામાં આવી હતી. જોકે, લાંબા સમય સુધી ના તો મૂડી પરત મળી કે ના તો વળતર, ત્યારે છેવટે ભોગ બનનાર વેપારીઓને છેતરપિંડીનો અહેસાસ થતાં રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીના 200થી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર:14 પડતર માંગણીઓ ન સંતોષાતા સરકાર સામે મોરચો માંડ્યો, કામકાજ ઠપ
    Next Article
    4 એન્જિનિયરિંગ કોલેજો માસ કોપી કેસમાં પકડાતા GTUએ કાર્યવાહી કરી:એક સરખું લખાણ સામે આવતા CCTV તપાસ બાદ ગેરરીતિ ઝડપાઈ, કોલેજને 2-2 લાખનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment